શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 4મોટા બટાકા
  2. 1બ્રડે નું પેકેટ
  3. 1નાનું બાઉલ ચણાનો લોટ
  4. 1 નાની વાડકીલીલી ચટણી
  5. ૧ નાની વાડકીટામેટા સોસ
  6. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. કોથમીર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી ને મેશ કરી લો. પછી એક બાઉલમાં મેશ કરેલા બટાકા નો માવો, આદુ-મરચા-લસણની પેસ્ટ,લીંબુનો રસ, મીઠું, કોથમીર નાખી હલાવી મિક્સ કરી લો.

  2. 2

    હવે ચણાના લોટ બાઉલમાં લઈ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર નાખી પાણી રેડી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે બ્રેડ ની કિનારી કાપી એક બ્રેડ પર લીલી ચટણી, બીજી બ્રેડ પર ટામેટા સોસ લગાવો. પછી તેના પર બટાકા નું સ્ટફિંગ મૂકી બીજી સ્લાઈસ ઉપર મૂકી
    પકોડા તૈયાર કરો. હવે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બ્રેડ ને ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન તળી લો.

  4. 4

    રેડી છે બ્રેડ પકોડા તેને ગરમાગરમ સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes