બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB7
Week 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. પેકેટ બ્રેડ
  2. સ્ટફિંગ માટે
  3. ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  4. ૧૦૦ ગ્રામ બાફેલા લીલા વટાણા
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૪ ચમચીહળદર
  9. ચપટીહિંગ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧/૪ ચમચીખાંડ
  13. ૧/૪ ચમચીલીંબુનો રસ
  14. બેટર માટે
  15. ૧ વાટકીચણાનો લોટ
  16. ચપટીસોડા
  17. ચપટીહિંગ
  18. સ્વાદ મુજબ મીઠું
  19. જરૂર મુજબ પાણી
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    વટાણા બટાકા બાફી લેવા અને ડુંગળી ને ઝીણી સમારી લેવી. આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદું-મરચાની પેસ્ટ અને ડુંગળી થી વઘાર કરવો. બે મિનિટ સુધી ડુંગળીને સાંતળી લેવી પછી બાફેલા વટાણા બટાકા ને તેમાં ઉમેરી દેવા અને તેમાં બધો મસાલો કરી લેવો.

  3. 3

    બધો મસાલો સરસ થી મિક્સ કરી લેવો.

  4. 4

    પછી એક બ્રેડની સ્લાઈસ લઈ તેમાં ચમચીની મદદથી મસાલો સ્પ્રેડ કરી લેવો અને તેના પર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી અને ત્રિકોણ આકારમાં કટ કરી લેવું.

  5. 5

    આ રીતે બધી બ્રેડ ભરીને તૈયાર કરી લેવી.

  6. 6

    પછી એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં હિંગ, મીઠું, સોડા નાખી બધું ઉમેરી થોડું પાણી નાખવું અને પકોડા નું બેટર તૈયાર કરી લેવું.‌

  7. 7

    ત્યારબાદ આ બેટર માં પકોડાને ડીપ કરી પછી તેલમાં તળવા મુકવા. પકોડાને મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા પકોડા તળી લેવા.

  8. 8

    હવે તૈયાર છે ગરમા ગરમ પકોડા તેને કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes