સ્ટફડ હરાભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપલીલા વટાણા
  2. 1/2 કપપાલક
  3. 1/2 કપલીલા ધાણા
  4. 2 નંગબાફેલા બટાકા
  5. 1 નંગનાનુ બારીક સમારેલુ કેપ્સિકમ
  6. 1 નંગનાની બારીક સમારેલી ડુંગળી
  7. 5 નંગલસણની કળી
  8. 3 નંગલીલા મરચાં
  9. 1 નંગનાનો કટકો આદુ
  10. 2 ટેબલ સ્પૂનતેલ
  11. 1 ટે સ્પૂનજીરૂ
  12. 2 ટેબલ સ્પૂનશેકેલા ચણા નો લોટ
  13. 1/4 કપફ્રેશ બ્રેડ ક્રમ્બસ
  14. 1 ટે સ્પૂનચાટ મસાલો
  15. 1 ટે સ્પૂનધાણાજીરું
  16. 1 ટે સ્પૂનમરી પાઉડર
  17. 1 ટે સ્પૂનગરમ મસાલો
  18. 1 ટે સ્પૂનઆમચૂર
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. સ્ટફિંગ માટે
  21. 4 ટેબલ સ્પૂનપનીર છીણેલું
  22. 4 ટેબલ સ્પૂનચીઝ
  23. મરી પાઉડર
  24. બ્રેડ ક્રમ્બસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન લો તેમાં તેલ ગરમ થાય એટલે જીરું તતડાવો હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ અને વટાણા ઉમેરી ને ચઢવા દો. હલે તેમાં પાલકની ભાજીને સમારી ને ઉમેરો. ભાજી સોફ્ટ થઈ જાય અને શાકમાંથી બધું પાણી બળી જાય એટલે ગેસ ઓફ કરી લો.

  2. 2

    મિક્ષણ ને ઠંડુ થવા દો. હવે તે મિક્ષણ માં ધાણા ઉમેરીને પીસી લો. હવે આ પીસેલ મિક્સર ને એક બાઉલ માં લઈ લો તેમાં બાફીને રાખેલા બટાકાને મેશ કરી લો તથા 2 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્બસ પણ ઉમેરો ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ દરેક મસાલા એડ કરો અને માવો તૈયાર કરી લો

  3. 3

    હવે એક બીજા બાઉલ માં પનીર અને ચીઝને છીણી ને મિકક્ષ કરી લો તેમાં જરૂર પ્રમાણે મીઠું અને મરી પાઉડર મિક્સ કરો. હવે તેના નાના બોલ બનાવી લો.

  4. 4

    હવે બનાવેલ મિકક્ષર માંથી મિડયમ બોલ બનાવો વચ્ચે હોલ કરી તેમાં ચીઝ વાળા બોલ્સ મુકી તેને કવર કરી ને ટિક્કિ બનાવી લો તેને બ્રેડ ક્રમ્બસમાં રગડોળી ને ઉપર કાજુનો એક પીસ લગાવી સાઈડ પર રાખી લો. આવી રીતે બધી ટિક્કિ બનાવી લો.

  5. 5

    હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરો અને તેમાં બનાવેલ ટિક્કિ ને બન્ને બાજુ એ થી સરખી શેકી લો. તમને ફાય કરવી હોય તો પણ કરી શકાય. તો ગરમ ગરમ હરાભરા કબાબ રેડી છે. મીનટ ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes