પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#healthy #soup પાલક મારા બંને બાળકો ને પસંદ નથી તેથી હું તેમને સૂપ બનાવીને પીવડાવું છું. સૂપ તેઓ ખુશીથી પી લે છે.
શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાસ કરીને પાલક શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી મળે છે.પાલક આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-12 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 2ઝૂડી પાલક
  2. 1 નંગકાંદો
  3. 1 નંગટામેટું
  4. 2-3લસણ ની કળી
  5. 1/2આદુનો ટુકડો
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીધાણા જીરુ
  8. 1/4 ચમચીઆખું જીરુ
  9. જરૂર મુજબ મીઠું
  10. જરૂર મુજબ પાણી
  11. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10-12 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઈને કાપી લો.હવે એક કુકરમાં પાલક નાખો.પછી તેમાં ઉપર જણાવેલ બધા મસાલા અને શાકભાજી કાપીને ઉમેરો. પછી તેમાં હળદર મીઠું ધાણાજીરું અને જરૂર મુજબ પાણી નાખીને કુકર બંધ કરી દો અને એક સીટી થવા દો.

  2. 2

    કૂકરમાં એક સીટી થઈ જાય અને પ્રેશર ઉતરી જાય પછી કુકરનું ઢાંકણું ખોલવું. હવે એક ચારણીમાં બાફેલી પાલકનું બધું મિશ્રણ નાખો અને એક ચમચીની મદદથી તેને દબાવીને બધો રસ કાઢી લો.

  3. 3

    ગરમાગરમ પાલક ની સુપ બનીને તૈયાર છે અને લીંબુનો રસ નાખીને સર્વ કરો.

  4. 4

    પાલકની સૂપ આપણા શરીર માટે ખૂબ જ લાભકારક છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાના-મોટા બધા માટે ખુબ જ ઉપયોગી થાય છે. જે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે તમે પણ જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes