વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..
#cookpadindia
#cookpadgujarati

વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)

શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ બાફેલા બટાકા નો માવો
  2. ૧/૪ કપ‌ પલાળેલા પૌવા
  3. ૧ બાઉલ બાફેલ બીટ, વટાણા અને ગાજર
  4. ૨ ચમચીકોથમીર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ
  7. ૧/૪ ચમચીચાટ મસાલો
  8. ૧/૪ ચમચીમરી પાઉડર (ઓપ્શનલ)
  9. ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  10. બાઉલ ‌બ્રેડક્મ્સૅ
  11. ૨ ચમચીમેંદો
  12. પાણી જરૂર મુજબ
  13. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી લો. પૌવા ને ધોઈ લો.

  2. 2

    શાકભાજી અલગ થી બાફી મેશ કરી બટાકા સાથે મિક્સ કરી લો.

  3. 3

    હવે બધા મસાલા પલાળેલા પૌવા અને ૧/૨ કપ બ્રેડક્મ્સૅ ઉમેરી લોટ બાંધી લો અને મનગમતો આકાર આપી દો.(બને તેટલું ચમચા થી મિક્સ કરવું જેથી મિશ્રણ ઢીલું ન પડી જાય છતાં ઢીલું લાગે તો ૧૦ -૧૫ મિનિટ ફિ્ઝ માં મુકી શકાય)

  4. 4

    મેંદા માં ‌જરૂર મુજબ પાણી ઉમેરી સ્લરી બનાવો.

  5. 5

    હવે તૈયાર કરેલ કટલેસ ને પહેલા બ્રેડક્મ્સૅ માં રગદોળી સ્લરી માં બોળી ફરી થી બ્રેડક્મ્સૅ થી કોટ કરી બંને બાજુ ક્રિસ્પી થાય તેમ શેલો ફ્રાય કરો અથવા તળી લો.

  6. 6

    તો તૈયાર છે ગરમાગરમ વેજીટેબલ કટલેસ જેને ચટણી અને કેચ અપ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes