લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલીલી તુવેર
  2. 1 વાટકીટમેટાની પ્યુરી
  3. 1 વાટકીસમારેલી ડુંગળી
  4. 1 1/2 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  5. 2 ચમચીલીલુ લસણ
  6. 3 ચમચીતેલ
  7. 1/2 ચમચીજીરૂ
  8. 1/4 ચમચીહિંગ
  9. 1તમાલપત્ર
  10. 1લાલ સુકા મરચા
  11. 1/2 ચમચીહળદર
  12. 1 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા તુવેરના દાણાને બાફી લો.

  2. 2

    હવે એક લોયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લાલ મરચું, તમાલપત્ર, જીરુ અને હીંગ ઉમેરો. તે પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી બે-ત્રણ મિનીટ સુધી સાંતળી લો પછી તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો અને પછી તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું અને ગરમ મસાલો,મીઠું તેમજ લીલુ લસણ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ત્રણ-ચાર મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    હવે બધુ બરાબર ચડી જાય પછી તેમાં તુવેરના દાણા ઉમેરો અને અડધા કપ જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી લો, પછી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.

  5. 5

    તૈયાર છે લીલી તુવેરના ટોઠા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes