ઓસામણ (Osaman Recipe In Gujarati)

kajal mankad
kajal mankad @2591978kmk
gandhinagar

#MB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીતુવેર ની દાળ
  2. 45 મીઠા લીમડા ના પાન
  3. ચપટીજીરું
  4. ચપટીરાઈ
  5. 1 ચમચીઝીણું સમારેલું ટામેટું
  6. 1બારીક કાપેલું લીલુ મરચું
  7. 1 નાની ચમચીબારીક ખમણેલું આદુ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. ચપટીહિંગ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. સ્વાદ મુજબ ગોળ કે ખાંડ
  12. 23 લવિંગ
  13. 1 ટુકડોતજ
  14. 1 ચમચીકોથમીર
  15. 2 ચમચીઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌ પહેલા તુવેર ની દાળ ને કૂકર માં બાફી લેવી અને ઠંડી પડવા દેવી

  2. 2

    ત્યાર બાદ દાળ જ્યારે ઠંડી પડી જાય ત્યારે તેમાં ઉપર નું પાણી અલગ કાઢી લેવું. અને તેમા થોડી બાફેલી દાળ પણ નાખવી. અને હલાવી ને એકરસ કરી લેવી.

  3. 3

    ત્યારબાદ આ દાળ નાં પાણી ને ગેસ પર મૂકી ને તેમાં
    આદુ,મરચા,ગળપણ,મીઠું,લીંબુ નો રસ, થોડા લીમડા નાં પાન અને થોડી કોથમીર નાખી ને સરખી રીતે ઉકળવા દેવી.

  4. 4

    હવે એક કડાઈમાં ઘી અથવા તેલ મૂકી ને તેમાં રાઈ,જીરું,લવિંગ,તજ,મીઠો લીમડો,હિંગ બધું નાખી ને સરખો વઘાર થવા દેવો. અને જ્યારે સરસ વઘાર થઈ જાય ત્યારે તે વઘાર દાળ નાં પાણી માં નાખી દેવો અને સરખો હલાવી ને મિક્સ કરી લેવો

  5. 5

    ત્યાર બાદ આ દાળ નાં પાણી માં વઘાર નાખ્યા બાદ સરખી રીતે ઉકાળી લેવું જેથી વઘાર નો સ્વાદ સરખો બેસી જાય... ત્યાર બાદ તેમાં કોથમીર નાખી ને ગરમગરમ પીરસવું...🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kajal mankad
kajal mankad @2591978kmk
પર
gandhinagar

Similar Recipes