મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

ઘણી બધી વાનગી એવી હોય છે કે આધુનિક વાનગી આપણી જૂની વાનગીઓ ભૂલાય છે. એવી જ આ વાનગી મેથીની ભાજી ની કઢી ગણી શકાય છે.
પહેલા લોકો મેથીની ભાજી કઢી અને રોટલા ખાવાનું પસંદ કરતા હતા. મેથીમાં ઘણા બધા ગુણ છે બધા જાણે છે આવી રીતે કરવાથી શાક અને દાળ બંને રીતે ચાલે છે. (વિસરાયેલી વાનગી). #FFC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 1 વાટકો ઝીણી સમારેલી મેથી
  2. લીમડાના પાન
  3. 1લાલ મરચું
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 2તજ લવિંગ
  7. જીરુ
  8. 1ચમચો તેલ (વઘાર માટે)
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1નાનો લીલું મરચું
  11. 1/2 ચમચો ચણાનો લોટ
  12. આશરે 200ml છાશ
  13. ચપટીહિંગ
  14. હળદર
  15. 6,7કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં તેલ મૂકી તેમાં હિંગ, તજ,લવિંગ,લાલ મરચું,લીમડાના પાન,જીરુ, લસણ ક્રશ કરીને,લીલુ મરચું, આદુ નાખીને વઘાર કરવો. ત્યારબાદ તેમાં મેથી નાખી બધા મસાલા કરી મેથીને ચડવા દેવી.

  2. 2

    એક તપેલીમાં છાસ અને ચણાના લોટને મિક્સ કરીને તૈયાર રાખવી. મેથી ની ભાજી ચડી જાય એટલે ભાજીમાં છાશ અને ચણાનો લોટ ઉમેરી દસ મિનિટ ચડવા દેવું.

  3. 3

    આ મેથીની ભાજીની કઢી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર

ટિપ્પણીઓ

Similar Recipes