ઇન્સ્ટન્ટ ઘઉં પીઝા બેઝ (Instant Wheat Pizza Base Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk

ઇન્સ્ટન્ટ ઘઉં પીઝા બેઝ (Instant Wheat Pizza Base Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
ચાર લોકો
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 tbspમીઠું
  3. 1 ચમચીબેકિંગ પાઉડર
  4. 1 tbspથી ઓછું બેકિંગ સોડા
  5. પાણી
  6. 1 ચમચીતેલ
  7. પીઝા સોસ
  8. ઓરેગાનો
  9. ચીલી ફ્લેક્સ
  10. 1ડુંગળી
  11. 1ટામેટું
  12. 1/2 કપ પનીર
  13. 1લીલું મરચું કટ કરેલું અથવા કેપ્સીકમ
  14. 1 ચમચીબટર
  15. 2કળી લસણ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌને ભાવતા પીઝા તો ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ ઘઉં ના બીજ ના પીઝા બનાવીશું તો તેમાં પહેલા કેટલી આપણી વસ્તુ જોઈએ છે તે જોઈ લઈએ તો બેકિંગ સોડા બેકિંગ પાઉડર પીઝા ટોપિંગ ઘઉંનો લોટ ગોરેગાંવ ચીલી ફ્લેક્સ અને સુધારેલા ટામેટાં મરચા આથવા કેપ્સિકમ ડુંગળી પનીર આ બધું આપણને બીજા માટે જોશે અને એક ખાસ વાત કે બેકિંગ સોડા ની જગ્યાએ તમે ઇનોપણ યૂઝ કરી શકો છો જો તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો

  2. 2

    તો પીઝા બેઇઝ બનાવવા માટે મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર મીઠું તેલ અને પાણીથી આપણે લોટ બાંધી શું અને સોફ્ટ લોટ બાંધી શું અને તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ તમે એડ કરી શકો છો જે મેં એડ કરેલો છે લોટને 15 મિનિટ રેસ્ટ થવા દઈએ

  3. 3

    હવે એક કડાઈ લઈશું અને એક ચમચી બટર માં બે કળી લસણ એડ કરીશું બે મીનીટ તેને સાંતળવા દઈશું અને હવે હવે તેમાંથી 1/2 બટર અને લસણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને 1/2 કડાઈમાં જ રાખીશું જે બટર બાઉલમાં કાઢેલું છે તે આપણે પીઝા બેઝ પર લગાવશો તો તેનો ટેસ્ટ સારો આવશે

  4. 4

    હવે કડાઈમાં જે બચેલું બટર અને લસણ છે તે તેમાં આપણે કેપ્સીકમ અથવા મરચાં ડુંગળી ટામેટું પનીર ને સાંતળો ખાલી બે મિનિટ માટે જ

  5. 5

    હવે આપણે લોટને એક વાર મસળીને તેના બે ભાગ કરી લઈશું અને લોઢી ને ગરમ કરવા મૂક શું

  6. 6

    હવે તેને રોટલીની જેમ આપણે મળીશું બહુ જાડો નથી રાખવાનો થોડોક પતલો રાખવાનો છે અને તેમાં કાંટાથી કાણા પાડી દઈશું કે જેથી તે ફૂલે નહીં એટલા માટે અને બંને સાઇડ આપણે કાણા પાડવાના છે

  7. 7

    હવે લોઢી માં પીઝા બેઝ મુકવાનો છે અને એક જ બાજુ આપણે શેકી શું કેમ કે બીજી બાજુ આપણે ટોપિંગ કરીને લોઢી ઉપર રાખીશું ત્યારે બીજી બાજુ શેકાશે

  8. 8

    હવે તેના ઉપર આપણે લસણ અને બટર બંને રાખેલા હતા એક બાઉલમાં તે આપણે સ્પ્રેડ કરીશું અને માથે પીઝા ટોપિંગ લગાવીશું અને જે આપણે સાંતળેલા વેજિટેબલ્સ હતા તે પણ આપણે ગોઠવી શું

  9. 9

    હવે તેના ઉપર ચીઝ ગોઠવી શું અને પેનમાં આપણે તેને ગરમ થવા મુકીશું અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ એવી રીતે ઢાંકવાનો છે કે ઉપરથી હવાનો મળે

  10. 10

    દસથી પંદર મિનિટ આપણે કુક થવા દઈશું અને પીઝા ઉપર જે ચીઝ લગાવેલું છે તે થોડું પીગળી જાય અને આપણે તાવીથો ની મદદથી ચેક કરશો કે નીચેનો પીઝા બેઝ થોડો કડક થઈ જાય

  11. 11

    હવે આપણો પીઝા તૈયાર છે અને હવે આપણે તેને પીઝા કટરની મદદથી કટ કરી લઈશું અને આપણે તેને કોકા કોલા સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

ટિપ્પણીઓ

Similar Recipes