વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#GA4 #Week22
ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.

વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)

#GA4 #Week22
ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યકિત
  1. પીઝા બેઈઝ માટે:
  2. 1-1/2 કપ ઘઉંનો લોટ
  3. 2 ચપટીખાવા નો સોડા
  4. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/2 ટી સ્પૂનઅજમો
  6. 1/2 ટી સ્પૂનમિક્સ હબ્સૅ
  7. ચપટીચિલી ફ્લેક્સ
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 5 ટે સ્પૂનજેટલું મોળું દહીં
  10. 3 ટી સ્પૂનતેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. પાણી જરુર મુજબ
  13. પીઝા ના ટોપીંગ માટે:
  14. પીઝા સોસ
  15. 1સમારેલી ડુંગળી
  16. 1 વાટકીઝીણી સમારેલી કોબીજ
  17. 2ઝીણું સમારેલા ટામેટાં
  18. 1સમારેલા કેપ્સીકમ
  19. મીઠું સ્વાદ મુજબ
  20. મિક્સ હબ્સ સ્વાદ મુજબ
  21. ચીઝ ક્યૂબ જરુર મુજબ
  22. સોસ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં લોટ લઈ તેમાં વચ્ચે ખાડો પાડી તેમાં સોડા,બેકીંગ પાઉડર, મીઠું,ખાંડ,મિક્સ હબ્સ,ચિલી ફ્લેક્સ, 3 ચમચી જેટલું દહીં નાખી બધુ 3-4 સેકન્ડ મિક્સ કરો.હવે તેમાં 2 ચમચી જેટલું બીજું નહીં અને તેલ નાખી 1 મિનિટ મિક્સ કરો. હવે આ મિશ્રણ ને બધાં લોટ સાથે સારી રીતે મિક્સ કરી જરુર મુજબ પાણી નાંખી સોફ્ટ લોટ બાંધવો.

  2. 2

    હવે આ મિશ્રણ ને બધાં લોટ સાથે સારી રીતે મિક્સ કરી જરુર મુજબ પાણી નાંખી સોફ્ટ લોટ બાંધી ઢાંકીન 3 કલાક રહેવા દો.

  3. 3

    હવે તૈયાર લોટ સારી રીતે મસળીને તેના એકસરખા મિડિયમ સાઈઝના ગોળા બનાવી તેની મિડિયમ થિક રોટલી વણી તેનાં પર કાંટા ચમચી થી બને બાજુ કાણા પાડી લેવા.

  4. 4

    હવે એક કઢાઈ માં મીઠું/રેતી મૂકી કાંઠો મૂકી કઢાઈ ગરમ 5 મિનિટ માટે પી્-હીટ કરી તેલ થી ગી્સ કરેલી પ્લેટમાં વણેલો બેઈઝ મૂકી દો.હવે બેઈઝ ને બન્ને બાજુ 4-5 મિનિટ સુધી થોડું લાલ થાય ત્યાં સુધી ઢાંકીને ધીમે તાપે શેકી લો.

  5. 5

    હવે એક વાસણમાં ઘી ગરમ કરો તેમાં સમારેલી ડુંગળી નાખી મિક્સ કરી સમારેલા કેપ્સીકમ નાખી મિક્સ કરી 1 મિનિટ સાંતળો હવે તેમાં ઝીણી સમારેલી કોબીજ ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું અને મિક્સ હબ્સૅ નાખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો.

  6. 6

    હવે તવો ગરમ થવા મૂકો. હવે પીઝા બેઈઝ પર 1 ટે ચમચી પીઝા સોસ લગાવી તેના પર સાંતળેલુ ટોપીંગ મૂકી થોડા ટામેટાં નાખી તેના પર ચીઝ ખમણી પીઝા કડક થાય ત્યાં સુધી ઢાંકીને શેકાવા દો. હવે પીઝા ને તવા પર થી ઉતારી પ્લેટમાં કાઢી પીઝા કટર ની મદદથી ટ્રાયેંગલ સેઈપ મા કટ કરી ઉપર થોડું ચીઝ ખમણી ગરમ ગરમ સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes