વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#FFC3
#week3
વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે.

વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)

#FFC3
#week3
વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપપીળી મગ ની દાળ
  2. 2તીખાં લીલાં મરચાં
  3. 1નાનો ટુકડો આદું નો
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ટી સ્પૂનઇનો / ખાવાનો સોડા
  8. 1 ટી સ્પૂનતેલ
  9. વધાર માટે.....
  10. 2 ટી સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 1 ટી સ્પૂનસફેદ તલ
  13. 2લીલાં મરચાં
  14. લીલાં ધાણા ગાર્નિશ માટે...

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સો પ્રથમ બેટર બનાવવા માટે મગની દાળ ને પાણીથી ધોઈ 4 થી 5 કલાક પલાળી રાખો. ત્યાર બાદ દાળ માંથી પાણી કાઢી મિક્સર જારમાં ઉમેરી તેમાં સમારેલા લીલાં મરચાં અને આદુ નાખી પીસી લો. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું નાખી ફરીથી પીસી લો. અને બટર ને એક બાઉલમાં કાઢી લો.

  2. 2

    હવે ખમણ ના બેટર ને 2 મિનિટ માટે ફેટવી લો.પછી મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લો. હવે ખમણ ના બેટર માં ઇનો અથવા ખાવાનો સોડા નાખી મિક્સ કરી કપ કેક ના મોલ્ડ ભરી ઉપરથી લાલ મરચું ભભરાવી સ્ટીમ ના કુકર માં 7 થી 10 મિનિટ માટે સ્ટિમ કરી લો. ત્યાર પછી ગેસ બંધ કરી 2 મિનિટ પછી કપ કેક ને ચાકુ ની મદદથી કાઢી લો.

  3. 3

    ખમણ તૈયાર છે હવે આપણે ખમણ ને વધાર કરશું. તેના માટે એક નાની કડાઈ માં તેલ નાખી તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને તલ નાખી પછી તેમાં સમારેલા લીલાં મરચાં નાખી કપ કેક ની ઉપર વધાર કરી લો.

  4. 4

    વાટી દાળ ખમણ તૈયાર છે. ગરમા ગરમ ટોમેટો કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

ટિપ્પણીઓ (25)

Similar Recipes