બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી
#Cookpadgujarati
#Cookpadindia
#CookPad
બટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી
#Cookpadgujarati
#Cookpadindia
#CookPad
બટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટ
  1. 200 ગ્રામપૌઆ
  2. 2 નંગનાના બટાકા
  3. 6લીમડાના પાન
  4. 1સમારેલી ડુંગળી
  5. 2નાના ઝીણા સમારેલા મરચા
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીશીંગદાણા
  8. 1 ચમચીમીઠું
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 2 ચમચીસમારેલી કોથમીર
  11. 1/2 ચમચીખાંડ પાઉડર
  12. 1/2 કપદાડમના દાણા
  13. 1/2 કપજીણી સેવ
  14. 1/2 ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 200 ગ્રામ પૌઆ લેવા બે નાના બટાકા ને ચોરસ આકાર ના સમારી લેવા ત્યારબાદ પૌવા માં પાણી નાખી ધોઈ તેને દસ મિનિટ રાખી મૂકવા ત્યારબાદ 1/2 ચમચી હળદર 1/2 ચમચી મરચું 1 ચમચી મીઠું બે ઝીણા સમારેલા મરચાં 2 ઝીણી સમારેલી ડુંગળી 1/2 ચમચી ખાંડ પાઉડર અને 1/2 કપ દાણા લેવા આ બધાને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા

  2. 2

    ત્યારબાદ એક લોયામાં ૨ ચમચી તેલ લઇ બે ચમચી શીંગદાણા ને સાંતળવા ત્યારબાદ અલગ વાડકામાં કાઢી લેવા પછી 1/2 ચમચી રાઈ નાખવી બે સમારેલા મરચા નાખવા છથી સાત લીમડાના પાન નાખવા પછી તેમાં સમારેલા બટાકા નાખવા અને તેને સાત મિનિટ સુધી સાંતળવા જેથી બટાકા બફાઈ ને સોફ્ટ થઈ જશે ત્યારબાદ બે ઝીણી સમારેલી ડુંગળી નાખી થોડું મીઠું નાખી તેને બે મિનિટ સાંતળવી

  3. 3

    બટાકા ડુંગળી વગેરે ચડી જાય પછી તેમાં થોડી કોથમીર નાંખવી અગાઉ પૌવા પલાળીને ભીના કરેલા છે 1/2 ચમચી હળદર નાખવી 1/2 ચમચી મીઠું નાખવું ત્યારબાદ 1/2 ચમચી ખાંડ પાઉડર નાખવો એક ચમચી લીંબુનો રસ નાખો આ બધાને હલાવી અને મિક્સ કરવું જેથી મસાલો બરાબર ચઢી જશે

  4. 4

    ત્યારબાદ બટાકા ડુંગળી મરચાં વગેરેને સાંતળીને લોયા માં રાખેલા છે તેમાં પલાળેલા પૌઆને નાખવા અને ઉપર નીચે કરવા આથી બધા પૌઆમાં મસાલો એકદમ સરસ ચડી જશે ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં આ બટાકા પૌવા ને ભરવા તેના ઉપરના ભાગમાં સેવ નાખવી દાડમના દાણા નાખી કોથમીરથી ડેકોરેટ કરી અને આ બટાકા પૌવા ને સર્વ કરવા આ બટાકા પૌવા નો નાસ્તો એકદમ હળવો છે પૌષ્ટિક અને પચવા લાયક છે અને આબાલ-વૃદ્ધ ને તથા દરેક ને બટાકા પૌવા નો નાસ્તો ખાવો ખૂબ જ ગમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes