મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

શિયાળો જતા જ મેથી બહુ ઓછી અને બહુ સારી પણ નહીં મળે. તેથી મેં વિચાર્યું કે સિઝનનું છેલ્લું મેથી મટર મસાલા શાક બનાવીને ઘરના નું દિલ જીતી જ લવ.

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

શિયાળો જતા જ મેથી બહુ ઓછી અને બહુ સારી પણ નહીં મળે. તેથી મેં વિચાર્યું કે સિઝનનું છેલ્લું મેથી મટર મસાલા શાક બનાવીને ઘરના નું દિલ જીતી જ લવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2૯  સર્વ
  1. 2 કપસમારેલી મેથી ની ભાજી
  2. 3/4 કપબાફેલા વટાણા
  3. મીઠું
  4. 1/2 કપસમારેલો કાંદો
  5. 1/2 કપટામેટા નો પલ્પ
  6. 11/4 કપદૂધ
  7. ચપટીસાકર
  8. 2 ટે સ્પૂનફ્રેશ ક્રીમ
  9. પેસ્ટ માટે :
  10. 1/4 કપ સમારેલો કાંદો
  11. 1 ટે સ્પૂનકાજુ
  12. 2 ટી સ્પૂનખસખસ
  13. 4લીલા મરચાં
  14. 2 ટી સ્પૂનઆદુ
  15. 3લસણ ની કળી
  16. મસાલા પાઉડર માટે :
  17. 1 ટી સ્પૂન તજ નો પાઉડર
  18. 1/2 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  19. 1/2 ટી સ્પૂનલવીંગ નો પાઉડર
  20. 1/4 ટી સ્પૂનમરીનો પાઉડર
  21. 1 ટી સ્પૂનજીરા નો ભૂકો
  22. 2 ટે સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પેસ્ટ માટે ની ઘટક તૈયાર કરવી. મિક્સર જાર માં ક્રશ કરી સાઈડ પર રાખવી.

  2. 2

    ટામેટા ની કાચી પ્યોરે બનાવી ને અલગ રાખવી.

  3. 3

    મેથી ની ભાજી ને ચોખ્ખા પાણી માં ધોઈ અને મીઠું ચોળી 15 મીનીટ સાઈડ પર રાખો. પછી મેથી ની ભાજી ને નીચોવી ને પાણી કાઢી લેવું.

  4. 4

    એક કડાઈ માં 1 ટે સ્પૂન તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું. અંદર મેથી ની ભાજી નાંખી સોતે કરવું.સોતે કરેલી મેથી ની ભાજી ને કાઠી ને સાઈડ પર રાખવી.

  5. 5

    એજ કડાઈ માં વધેલું 1 ટે.સ્પૂન તેલ લઈ, કાંદા સોતે કરવા. પછી અંદર પેસ્ટ સોતે કરવી.ટામેટા પ્યોરે નાંખી સોતે કરવું. મીઠું સ્વાદ અનુસાર નાંખવું.

  6. 6

    છેલ્લે અંદર બાફેલા વટાણા, મેથી ની ભાજી,દૂધ, સાકર, ફ્રેશ ક્રીમ, મીઠું અને 2 ટે સ્પૂન પાણી નાંખી, 2 મીનીટ કુક કરવું. ગરમાગરમ મેથી મટર મલાઈ નાન, પરોઠા અથવા રોટલી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes