ઘટકો

30 મિનિટ
25-30 નંગ
  1. 1 વાટકો ઘઉંનો લોટ
  2. 1 વાટકો મેંદો
  3. 2 ચમચીરવો
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/4 ચમચી હિંગ
  6. 1/2 વાટકી વાટેલું જીરૂ
  7. 1 ચમચીતેલ નું મોણ
  8. જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ ને ચાળી લેવા પછી તેમાં રવો ઉમેરી ઉપર ની સામગ્રી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લેવો.

  2. 2

    બાંધેલા લોટ ને 5 થી 7 મિનિટ ઢાંકી રાખવો. તેલ ગરમ કરવા મૂકી, લોટ માંથી નાના લુઆ કરી બધી પૂરી વણી લેવી. પૂરી માં કાંટા વડે કાણા પાડી લેવા જેથી પૂરી તળતી વખતે ફૂલે નહિ.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં એક પછી એક બધી પૂરી ને તળી લેવી. આ પૂરી ને એર ટાઇટ કન્ટેનર માં ભરી લેવી. રોજ નાસ્તા માં લઇ શકાય.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes