ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ ગુવાર
  2. ૨ નંગબટાકા
  3. લસણની કળી જીણી સમારેલી
  4. પાવરા તેલ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૪ ચમચીહળદર
  9. ચપટીહિંગ
  10. ૧/૪ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગુવાર અને બટાકા ને સમારી અને ધોઈ લેવા. પછી કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે લસણની કળી ઝીણી સમારેલી ઉમેરવી અને જીરુ ઉમેરી શાકનો વઘાર કરવો.

  2. 2

    શાકને પાંચ-સાત મિનિટ તેલમાં સાતડવા દેવું ગુવાર ફૂટે પછી તેમાં બધો મસાલો કરવો.

  3. 3

    પછી બધો મસાલો મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી કૂકરને બંધ કરી ચારથી પાંચ સીટી વગાડવી. શાક થઈ જાય પછી તેમા ઉપરથી ધાણા જીરું ઉમેરવું.

  4. 4

    તૈયાર છે ગુવાર બટાકા નું શાક તેને કેરી નો રસ, રોટલી, ભાત સાથે સર્વ કરી એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes