બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 વ્યક્તિ
  1. 4-5બટાકા
  2. 1બાઉલ પૌવા
  3. 3-4લીલા મરચાં
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1ચમચો તેલ
  7. ચપટીહિંગ
  8. લીંબુ નો રસ
  9. કોથમીર
  10. મસાલા શીંગ
  11. તીખી બૂંદી
  12. સેવ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પૌવા ને ચાળી ને ધોઈ નાખવા. ત્યારબાદ નીતરવા દેવા. બટાકા ની છાલ ઉતારી નાના ટુકડા માં સમારી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી બટાકા નાખી દો. હવે તેમાં લીલાં મરચાં નાખીને કુક થવા દેવું. હળદર અને મીઠું નાખવું.

  3. 3

    બટાકા ચડી જાય એટલે તેમાં પલાળેલા પૌવા નાખી પૌવા નાં ભાગનું મીઠું નાખી લીંબુ નો રસ નાખી સરખું મિક્ષ કરવું.

  4. 4

    તૈયાર છે પૌવા. કોથમીર, શિંગ, બૂંદી અને સેવ નાખી ને ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes