રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1/4 કપઘઉંનો લોટ
  2. 1/4 કપકાચી કેરી નું છીણ
  3. 1 કપગોળ
  4. 1/4 કપઘી
  5. 1 ટેબલ સ્પૂનવરીયાળી
  6. 1 ટેબલ સ્પૂનબદામ ની કતરણ
  7. 1 ટેબલ સ્પૂનકાજુ ની કતરણ
  8. 1 ટેબલ સ્પૂનપીસ્તા ની કતરણ
  9. 1 ટેબલ સ્પૂનસૂકા કોપરા નું છીણ
  10. 1 ટેબલ સ્પૂનમગજતરી
  11. 1 ટેબલ સ્પૂનખસખસ
  12. 2 નંગલવિંગ
  13. 4-5 નંગમરી
  14. 1 ટુકડોતજ
  15. 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  16. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તપેલી માં પાણી અને ગોળ ઉમેરી ગરમ કરી લેવું. હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં તજ-લવિંગ-મરી ઉમેરવા.પછી તેમાં વરીયાળી ઉમેરવી. પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી શેકી લેવો.

  2. 2

    પછી તેમાં કાજુ-બદામ-પીસ્તા-મગજતરી-ખસખસ-કોપરા નું છીણ ઉમેરી શેકી લેવું

  3. 3

    પછી તેમાં કેરી નું છીણ ઉમેરી શેકી લેવું. પછી તેમાં ગોળ વાળું ગરમ પાણી ગાળી ને ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  4. 4

    હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી રાબ જેવી થીકનેસ આવે પછી ગેસ બંધ કરી લેવો.

  5. 5

    તો તૈયાર છે અખાત્રીજ સ્પેશિયલ ગરવાણું જે થોડી ઠંડી પડે પછી ઠાકોરજીને ધરાવવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (27)

દ્વારા લખાયેલ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes