વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
શેર કરો

ઘટકો

30 minutes
4-5 સર્વિંગ્સ
  1. ૪ કપ બાસમતી ભાત, બાફેલા
  2. ૧/૪ કપ લીલા વટાણા
  3. ૧/૪ કપ ગાજર, મોટા ટુકડા સમારેલા
  4. ૧/૪ કપ કેપ્સિકમ, મોટા ટુકડા સમારેલા
  5. ૧/૪ કપ ફણસી, સમારેલી
  6. ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
  7. ૧/૨ ચમચી જીરું
  8. ૧ તમાલ પત્ર
  9. ૧ ટુકડો તજ
  10. લવિંગ
  11. ૧/૪ ચમચી હળદર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૨ લીલા મરચા, સમારેલા
  14. ૧/૪ ચમચી લાલ મરચું
  15. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    ચોખાને ધોઈ લો અને ૧૫-૨૦ મિનિટ માટે પાણીમાં પલાળો. ત્યારબાદ પલાળેલા ચોખામાંથી વધારાનું પાણી નિતારી લો.

  2. 2

    એક પ્રેશર કૂકરમાં ધીમી આંચ પર તેલ ગરમ કરો. તેમાં તેજ પત્તા, તજ અને લવિંગ નાખોં અને ૩૦ સેકંડ માટે સાંતળો. ડુંગળી નાખી ને થોડી વાર સાંતળો.

  3. 3

    તેમાં કેપ્સિમ, ફણસી અને ગાજર ના ટુકડા અને લીલા વટાણા નાખોં.તેને થોડી વાર સુધી સાંતળો

  4. 4

    તેમાં પલાળેલા ચોખા, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખોં.તેને લગભગ બે મિનિટ માટે સાંતળો.

  5. 5

    તેમાં ૧ કપ પાણી નાખોં અને બરાબર મિક્ષ કરો.કૂકરનું ઢાંકણું બંધ કરો અને મધ્યમ આંચ પર ૨ સીટી થાય ત્યાં સુધી પકાવો. ૧-સીટી વાગ્યા પછી તાપને ધીમો કરો અને બીજી સીટી વાગે ત્યાં સુધી પકાવો. ગેસને બંધ કરો.

  6. 6

    કૂકરને વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠંડુ થવા દો. પછી ઢાંકણું ખોલો અને ધીરેથી એક કાંટા ચમચીથી ભાતને હલાવો. પુલાવને એક બાઉલમાં કાઢો અને તાજાં લીલાં ધાણા થી સજાવો. તૈયાર છે વેજ પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
પર

Similar Recipes