રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.
#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી

રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)

ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.
#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫  મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ કપ રાંધેલો ભાત
  2. ૧/૨ કપ ભાખરી નો લોટ
  3. ૧/૪ કપ ઢોકળા નો લોટ
  4. ૧/૪ કપ બાજરીનો લોટ
  5. ૫ - લીલા મરચા
  6. ૧ નાનો ટુકડો આદુ
  7. થોડા ફુદીના નાં પાન
  8. થોડા લીમડાનાં પાન
  9. થોડી કોથમીર
  10. ૧/૪ ટી સ્પૂન અજમો
  11. ૧ - નાની ચમચી હળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  14. ૩ - ચમચી તેલ
  15. ચપટી ખાવાનો સોડા
  16. ૧ મોટી ચમચી ગોળ
  17. ૧ કપ દહીં
  18. વઘાર માટે:
  19. ૩ થી ૪ ચમચી તેલ
  20. ૧ ચમચી રાઈ
  21. ૧ ચમચી તલ
  22. થોડા મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

૨૫  મિનીટ
  1. 1

    એક બાઉલમાં ભાત અને બધા લોટ ચાળીને નાખો.

  2. 2

    આમાં આદુ,મરચા, કુણા લીમડાનાં પાનને ક્રશ કરીને નાખો.
    ફુદીના નાં પાન અને કોથમીર જીણા સમારી ને નાખો.

  3. 3

    તેલ નું મોણ, મીઠું,અને બાકીનાં મસાલા નાખી મિક્સ કરો.

  4. 4

    દહીં થોડું થોડું લઈ સોફ્ટ લોટ બાંધો

  5. 5

    ગરમ ઢોળકિયા માં ડિશમાં તેલ લગાવી મુઠીયા વાળી ને મૂકો ઢાંકી ને પહેલા ફૂલ ફ્લેમ્ પછી મિડીયમ ફલેમ પર સ્ટીમ થવાદો.

  6. 6

    સ્ટીમ થઈ જાય એટલે કાઢી ઠંડા પડે પછી કટ કરી વઘાર કરી સર્વ કરો

  7. 7

    સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

ટિપ્પણીઓ

Similar Recipes