મૂલી સ્ટફડ્ રાઈસ મુઠીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
asharamparia
asharamparia @Asharamparia

#જૈન
#લીલીપીળી
ફ્રેન્ડસ, વઘેલા ભાત ના મુઠીયા આપણે બનાવી છીએ પણ એમાં મૂલી ના પાન (જે મેં સ્ટોર કરેલ છે.) નું સ્ટફીંગ ભરીને સ્ટફડ્ મુઠીયા બનાવ્યા છે. ફ્રેન્ડસ, ખુબજ સરસ અને ટેસ્ટી તેમજ ફટાફટ બની જાય એવા આ મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે જે સાંજ ના નાસ્તા માટે પણ એક ફાઈન ઓપ્શન છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ભાત
  2. 1વાટકી ઘઉં નો લોટ
  3. 2 ચમચીદહીં
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 ચમચીખાંડ
  7. 1/2 ચમચીખાવા ના સોડા
  8. મૂલી સ્ટફડ્ માટે:
  9. જીણા સમારેલા મૂળા ના પાન
  10. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  11. 2 ચમચીચણા નો લોટ
  12. 1/2 ચમચીઆદૂ ની પેસ્ટ
  13. 1 ચમચીતેલ
  14. 1/2 ચમચીરાઈ-જીરું
  15. 1/2 ચમચીહળદર
  16. મીઠા લીમડાનાં પાન
  17. 2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી રાઇ અને જીરું નો કરી આદૂ ની પેસ્ટ ઉમેરી સાંતળો, મૂલી ના જીણા સમારેલા પાન એડ કરી હળદર,લાલ મરચું પાવડર,મીઠું પ્રમાણસર ઉમેરી ચડવા દો. પાન ચડી જાય પછી ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો. 2 થી 3 મિનિટ માં લોટ પણ ચડી જશે અને સ્ટફીંગ તૈયાર

  2. 2

    હવે એક બાઉલમાં ભાત, ઘઉં નો લોટ,મીઠું સ્વાદ પ્રમાણે,દહીં,ખાંડ, ખાવા ના સોડા, 1ચમચી તેલ નાખી મુઠીયા માટે નો લોટ બાંધવો જે વ્હાઇટ જ રહેવા દો. ત્યાર બાદ લોટ ને હાથે થી થેપી ને પુરી બનાવો અને તેમાં ભાજી નું સ્ટફીંગ પાથરી રોલ બનાવી લો. બઘાં રોલ આ રીતે બનાવી 15 મિનિટ માટે સ્ટીમ કરો.

  3. 3

    મુઠીયા બરાબર ચડી જાય પછી ઠંડા પડે એટલે કટ કરી લો. હવે એક પેન માં તેલ ગરમ કરી રાઇ અને જીરું નો વઘાર કરી,મીઠા લીમડાનાં પાન અને તલ ઉમેરી થોડીવાર સાંતળો. બ્રાઉન રંગના થઇ જાય ત્યાં સુધી સાંતળો. ગરમાગરમ ચા - કોફી કે કેચઅપ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes