સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Priti Soni
Priti Soni @pritisoni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ત્રણ લોકો
  1. 1 પેકેટબ્રેડ નું પેકેટ
  2. 500 ગ્રામબટાકા
  3. 1 નંગ કેપ્સિકમ
  4. 1 નંગ કાંદો
  5. 1 પેકેટબટર
  6. ૩ નંગચીઝ ક્યુબ
  7. 2 ચમચીતેલ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચી લાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. ગ્રીન ચટણી જરૂર મુજબ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને કૂકરમાં બાફી લો અને કાંદા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો

  2. 2

    બટાકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેને મસળી લો

  3. 3

    હવે એક પેનમાં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં સમારેલા કાંદા અને કેપ્સિકમ ઉમેરો

  4. 4

    કાંદા અને કેપ્સિકમ ને સાંતળી લો પછી તેમાં બટેટાનો માવો ઉમેરો

  5. 5

    હવે તેમાં મીઠું મરચું હળદર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો

  6. 6

    હવે બ્રેડની સ્લાઈસ લઈ તેના પર ગ્રીન ચટણી અને બનાવેલ બટેટાનો માવો બરાબર લગાડો

  7. 7

    હવે તેના પર ચીઝ ખમણી ને પાથરો અને બ્રેડની બીજી સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવી તેના પર મૂકો

  8. 8

    હવે બ્રેડની બહારની બંને બાજુએ બટર લગાડી અને તેને ટોસ્ટરમાં મૂકી ટોસ્ટ કરી લો

  9. 9

    હવે ગરમ ટોસ્ટ સેન્ડવીચ ને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Soni
Priti Soni @pritisoni
પર
મને રસોઇ બનાવવાનો બહુસોખ છે.નવી વાનગીઓ શીખવી અને શિખાડવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@pritisoni Superb 👌👌👌All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes