ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#SD
#summer special dinner recipe

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 લોકો
  1. 1 વાડકીચણાનો લોટ (બેસન)
  2. 1 ગ્લાસપાણી
  3. 1/4 ચમચીહળદર
  4. 1 ચમચીખાંડ
  5. 1પાઉચ ઇનો
  6. 1 ચમચીમીઠું
  7. વધાર કરવા માટે:
  8. 4 ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીતલ
  11. 1 ચપટીહિંગ
  12. 7/8 નંગલીલા મરચા
  13. 1/2 ગ્લાસપાણી
  14. 4-5લીમડાના પાન
  15. ગાર્નિશ માટે: કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ અને સોજી મિક્સ કરો. પછી તેમાં મીઠું, હળદર, ખાંડ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો. પાણી નાખી ખીરુ તૈયાર કરો તેમા તેલ ને ઈનો મિક્સ કરો થોડીવાર એક જ દિ઼શા માં ફેંટો.

  2. 2

    સ્ટીમરમાં પાણી નાખો ગરમ કરવા મુકો. પછી થાળી ને તેલ થી ગ્રીસ કરી તેમાં ખીરુ નાખો ને ઢાંકીને વીસ મિનિટ સ્ટીમ કરો. પછી ખમણને બહાર કાઢી કટ પાડો.

  3. 3

    એક કડાઈ તેલ ગરમ કરો પછી તેમાં રાઈ, લીલા મરચા, તલ, હિંગ નાખી વઘાર કરો. હવે તેમાં પાણી નાંખો, તેમા મીઠું, ખાંડ ઉમેરો. લીલા મરચા અને લીમડાના પાન નાંખી ને ઉકાળો. પછી ઉકાળેલા પાણી ને ખમણ ઢોકળા ઉપર રેડો.તો તૈયાર છે ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા તેને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes