ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)

R. V. Solanki
R. V. Solanki @mks7129
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચારથી પાંચ લોકો
  1. 250 ગ્રામ લીલા મરચાં
  2. 1 વાટકો ચણાનો લોટ
  3. 1 ચમચીમરચાની ભૂકી
  4. 1/2 ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1ચ ચમચીખાંડ
  7. 1 નંગ લીંબુનો રસ
  8. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાને ધોઈને વચ્ચેથી કાપા પાડી લો અને અંદરના બી કાઢી નાખો.

  2. 2

    હવે એક કડાઈમાં ચણાનો લોટ શેકી લો. શેકેલો લોટ ઠંડો પડે એટલે એની અંદર બધા જ મસાલા નાખીને, થોડું તેલ નાખો. અને મરચામાં ભરવાનું સ્ટફિંગ બનાવો.

  3. 3

    હવે તૈયાર કરેલું સ્ટફિંગ મરચા ની અંદર ભરી લો.

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ મૂકી ભરેલા મરચાં વધારો. મરચા ને પાંચ મિનિટ સુધી સાંતળી લો અને સરસ પકાવો.

  5. 5

    તૈયાર થયેલા મરચા ને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
R. V. Solanki
R. V. Solanki @mks7129
પર

ટિપ્પણીઓ

Similar Recipes