પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#MAR
મહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપચણા ની દાળ
  2. ૧ કપખાંડ
  3. ૨ (૩ ચમચી)તાજી મલાઈ/ માવો
  4. ૧ ચમચીઇલાયચી નો ભુક્કો
  5. ૧ ચમચીજાયફળ જાવંત્રી નો ભુક્કો
  6. રોટલી નો લોટ
  7. ઉપર લગાવવા ઘી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને કૂકર માં ૫ ૬ સિટી પડી બાફી લો. એક્સટ્રા પાણી કાઢી લેવું. હવે એક કઢાઈ માં એને ઠાલવો અને ખાંડ ઉમેરો. ધીરે ધીરે એને મિક્સ કરી લો. એને હળવે હાથે હલાવતા રહો જેથી એ નીચે ચોંટે નહિ,

  2. 2

    ખાંડ બરોબર ભળી જાય એટલે એમાં મલાઈ ઉમેરો. હવે પૂરણ ને ૧૦ ૧૫ મિનિટ સુધી થવા દો. એને ધીમા તાપે જ મુકો અને હલાવતા રહો જેથી એ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું.બધું પાણી બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવતા રહો. પછી ચેક કરો કે મિશ્રણ કઢાઈ માં ચોંટતું નથી ને અને એ કઢાઈ છોડે છે ને તો આપણું પૂરણ તૈયાર છે.

  3. 3

    હવે એને બીજા વાસણ માં ઠાલવી લો જેથી એ ઠંડુ પડે. પછી એમાં ઇલાયચી નો ભુક્કો અને જાયફળ જાવ્યંતરી નો ભુક્કો નાખી એને મિક્સ કરી લો.

  4. 4

    હવે એ થોડું ઠંડુ પડે એટલે રોટલી ના લોટ નો લુવો લઇ એમાં વચ્ચે પૂરણ ભરી એને બંધ કરી લોઢી પર શેકી લો.

  5. 5

    શેકાય જાય એટલે ઘી નાખી ને પીરસો. રેડી છે પુરણપોળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes