સુરતી પાત્રા (Surti Patra Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઅળવી નાં પાન
  2. 1/2 કપચણાનો લોટ
  3. 3/4 કપઘઉંનો લોટ
  4. 1/4 કપજુવાર નો લોટ
  5. 3 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  6. 2 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  7. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  8. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  9. 1 ટી સ્પૂનગરમ મસાલો
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1/2 ટી સ્પૂનહિંગ
  12. 2 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  13. 1 ટેબલ સ્પૂનમલાઈ
  14. 2 ટેબલ સ્પૂનઆંબલી નો પલ્પ
  15. 1/4 કપસમારેલો ગોળ
  16. જરૂર મુજબ પાણી
  17. મીઠું સ્વાદ મુજબ
  18. વઘાર માટે:-
  19. 3 ટેબલ સ્પૂનતેલ
  20. 1 ટેબલ સ્પૂનરાઈ
  21. 1/2 ટેબલ સ્પૂનજીરુ
  22. 2 ટેબલ સ્પૂનતલ
  23. 1/4 ટી સ્પૂનહિંગ
  24. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બધા લોટ લઈ તેમાં ઉપર ના બધા ધટકો ઉમેરી લેવા.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને બેટર બનાવી તેને ઢાંકણું ઢાંકી ને 15 મિનિટ માટે રેસ્ટ આપવો. અળવી નાં પાન ને ધોઈ કોરા કપડાં થી સાફ કરી તેની જાડી નસો કાપી લેવી.

  3. 3

    પછી તેમાં સોડા ઉમેરી મિક્સ કરી લો. જરૂર પડે તો પાણી ઉમેરવું. હવે ઉંધા પાન પર બેટર લગાવી તેના ઉપર બીજુ પાન ઉંધુ મૂકી બેટર લગાવવું. એમ 4 પાન લઈ પાન ના વીંટા બનાવી લેવા.

  4. 4

    હવે ગરમ સ્ટીમર માં તેલ થી ગ્રીસ કરેલી ડીશ માં મુકી 15-20 મિનિટ માટે સ્ટીમ કરી લેવા.

  5. 5

    પાત્રા ઠંડા પડે એટલે તેને ર
    ચપ્પુ થી પીસ પાડી લેવા. હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરુ, તલ અને હિંગ નો વઘાર કરી તેમાં પાત્રા ઉમેરી બરોબર મિક્સ કરી 10 મિનિટ ધીમા તાપે ગેસ પર ચડવા દેવા. પછી ગેસ બંધ કરી તેમાં કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  6. 6

    તો તૈયાર છે સુરતી પાત્રા જેને કેરી ના રસ સાથે સર્વ કર્યા છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes