વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. ૧ ટીસ્પૂનઅડદ ની દાળ
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ડુંગળી
  5. ૨ ટેબલ સ્પૂનવટાણા
  6. ગાજર
  7. ૨-૩ નંગ લીલા મરચાં
  8. ૫-૬ પત્તા મીઠી લીમડી
  9. ૧ નંગ સૂકું લાલ મરચું
  10. ૧ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  11. ૧ ટીસ્પૂનરાઈ
  12. ચપટીહિંગ
  13. ૧ કપપાણી
  14. મીઠું આવશ્યકતા અનુસાર
  15. ૧ ટુકડોઆદું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરો. ત્યારબાદ તેમાં અડદની દાળ, લીમડી,સૂકું લાલ મરચું,હિંગ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચાં આદું નાખી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે તેમાં રવો એડ કરો ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકો. હવે તેમાં લીલા વટાણા, ગાજરનું છીણ, રેડ કેપ્સિકમ,મીઠું એડ કરો. એક મિનિટ માટે તેને પણ રવા સાથે મિક્સ કરી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી નાખો અને મિક્સ કરો. બિલકુલ ધીમા તાપે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં લીલા ધાણા મિક્સ કરો. ગરમા ગરમ ઉપમા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes