સાબુદાણા ની ખીચડી

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#SJR
#RB18
ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે

સાબુદાણા ની ખીચડી

#SJR
#RB18
ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસાબુદાણા
  2. 1 નંગબટાકુ
  3. 3-4 ચમચીતેલ
  4. 1/2 કપશીંગદાણા
  5. 1/2 ચમચીઆદુ
  6. 8-10લીમડા ના પાન
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1 નંગલીંબુ
  9. 1 નંગ લીલુ મરચું
  10. 1 ચમચીજીરૂ
  11. 1/4 ચમચીહળદર (optional)
  12. 1/4 ચમચીલાલ મરચું (optional)
  13. 2 ચમચીખાંડ
  14. જરૂર મુજબ સિંધા મીઠું
  15. જરૂર મુજબ કોથમીર
  16. 4 ચમચીશીંગદાણા નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા સાબુદાણાને 2 પાણી થી ધોઈ અને 4 થી 5 કલાક માટે પલાળી લો. (સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવું વધુ નઈ)4 થી 5 કલાક પછી સાબુદાણા ને ચારણી માં કાઢી લેવા

  2. 2

    હવે એક કડાય માં તેલ ગરમ કરવા મૂકી તેમાં બટાકા ને જીણા સમારી ઉમેરો બટાકા ને 3-4 મિનિટ થવા દો પછી થી એમાં આદુ,લીમડાના પાન, શીંગદાણા, જીરૂ, લીલું મરચું ઝીણું સમારેલું, હળદર આ બધું ઉમેરી અને સાબુદાણા ઉમેરો

  3. 3

    હવે મીઠું, મરી નો ભુક્કો,લીંબુ નો રસ, ખાંડ, લાલ મરચું અને જીણી સમારેલી કોથમીર ઉમેરી અને બરાબર હલાવી લો છેલ્લે થોડો શીંગદાણા નો ભૂકો ઉમેરો અને હલાવી 3 થી 4 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો હવે આપડી સાબુદાણા ની ખીચડી એકદમ રેડી છે.. ગરમગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes