બાજરીના લોટની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#Choosetocook
#30mins
હું જ્યારે નાની હતી ત્યારે મને શરદી ખાસી બઉ જલ્દી થઇ જતું હતું જો કે અત્યારે પણ શરદી તો રહે છે જ તો મમ્મી મારી માટે રાબ બનાવી દેતી અને મને તેમાં રાહત થતી અને અત્યારે પણ જ્યારે મને શરદી ખાસી થાય ત્યારે મને રાબ બનાવવાની સલાહ આપેજ .મારા ઘરમાં પણ મારી દીકરીઓને પીવડાવવાની સલાહ આપે જ.ઝડપથી બનતી રેસિપી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ હોય છે.હું શિયાળામાં પણ ઘણી બધી વાર બનાવું છું જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ મોટી ચમચીબાજરીનો લોટ
  2. ૧.૧/૨ કપ પાણી
  3. ૧ ચમચીઝીણી સમારેલી બદામ
  4. ૧/૨ નાની ચમચીસૂંઠ
  5. ૧/૨ નાની ચમચીગંઠોડા પાઉડર
  6. ૧/૨ નાની ચમચીકાટલુ
  7. ૪-૫ ચમચી ગોળ સમારેલો
  8. ૩-૪ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં ઘી નાખી ને બાજરીનો લોટ નાખી ને ૨-૩ મિનિટ માટે શેકી લેવો.તેમાં સૂંઠ,ગંઠોડા અને કાટલું પાઉડર નાખી દેવો.

  2. 2

    હવે તેમાં પાણી ઉમેરી ને સતત હલાવવું અને ગોળ પણ નાખી દેવો.પાણી ની જરૂર લાગે તો બીજું ઉમેરી શકાય.થોડી વાર થાય અને થોડું ગાઢું લાગે એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes