ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. 2 કપબેસન
  2. 1/3 કપપીસેલી ખાંડ
  3. 1/4 કપલીંબુ નો રસ
  4. 1 કપપાણી
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  8. 2 ચમચીઇનો
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 ચમચીતેલ
  11. વઘાર માટે જરૂરી સામગ્રી :
  12. 1/2 કપપાણી
  13. 2-3 ચમચીતેલ
  14. 1-2 ચમચીતલ
  15. 1 ચમચીરાઈ
  16. 1/2 ચમચીહિંગ
  17. 1-2 ચમચીખાંડ
  18. ચમચીલીંબુ નો રસ
  19. ચપટીમીઠું
  20. 2-3લીલા મરચાં સુધારેલા
  21. મીઠો લીમડો 8-10 પાન

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ખમણ ઢોકળા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાંબેસન, હળદર,ખાંડ તેમજ મીઠુંનાખી મિક્સર એક વાર ફેરવી મિક્સ કરી લો

  2. 2

    હવે પીસેલું મિશ્રણ વાસણમાં કાઢી તેમાં તેલ,લીંબુ અને થોડું થોડું કરી પાણી નાખી ગંઠા ન પડે તેમ મિશ્રણમિક્સ કરતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરી લો

  3. 3

    હવે તૈયાર મિશ્રણને 1/2 કલાક ઢાંકણ ઢાંકી એકબાજુ મૂકી દો

  4. 4

    અડધા કલાક બાદ ગેસ પર એક મોટા વાસણમાં 3-4 ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ કરવા મૂકો

  5. 5

    પાણી ગરમ થાય છે ત્યાં સુધી બેકિંગ ટ્રે અથવાવાસણમાં તેલ લગાડી તૈયાર કરો

  6. 6

    હવે બેસન વાળા મિશ્રણમાં બેકિંગ પાઉડર અને ઇનો નાખી બરોબર મિક્સ કરો

  7. 7

    બરોબર મિક્સ થઇ ગયા બાદ તૈયાર મિશ્રણને ગ્રીસકરેલ બેકિંગ ટ્રે અથવા વાસણમાં નાખો

  8. 8

    બેકિંગ ટ્રેને ગેસ પર ગરમ કરવા રાખેલ વાસણમાંમૂકી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો

  9. 9

    ખમણ બરોબર ચડી ગયું છે કે નહીં તે ચેક કરવાપંદરથી વીસ મિનિટ બાદ ચાકુ નાખી અથવા ટૂથપીક નાખી ચેક કરી લો

  10. 10

    જો ચાકુ કેતોતો ક્લીન નીકળે તો ખમણ ચડી ગયાછે ગેસનો બંધ કરી ખમણ વાળી બેકિંગ ટ્રે બહાર કાઢી ઠંડી થવા દો

  11. 11

    ઠંડા થઈ ગયેલા ખમણ ના કટકા કરી એકબાજુ મૂકો

  12. 12

    હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરોતેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ,લીલામરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો

  13. 13

    ત્યારબાદ તેમાં એકથી 1-1/2 કપ જેટલું પાણી નાખીએક બે ચમચી ખાંડ ને 1 ચમચી લીંબુ નો રસ ને ચપટીમીઠું નાખી પાણીને ઉકાળો

  14. 14

    પાણી ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘારનેપીસ કરેલા ખમણ પર બરોબરરેડિયો તો તૈયાર છે ખમણ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_37572365
પર

ટિપ્પણીઓ

Similar Recipes