ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#ATW3
#TheChefStory
Mediterranean recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. 🔸️ફલાફલ માટે
  2. ૧ કપછોલે ચણા
  3. ૧ નંગ મિડીયમ સાઈઝની ડુંગળી
  4. કળી લસણ
  5. ૩ નંગલીલા મરચાં
  6. ૫૦ ગ્રામ લીલા ધાણા
  7. ૫-૬ ફુદીના ના પત્તા
  8. લીંબુ નો રસ
  9. ૧ ટીસ્પૂનજીરુ
  10. ૧ ટેબલસ્પૂનસફેદ તલ
  11. મીઠું આવશ્યકતા અનુસાર
  12. ચપટીહળદર
  13. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  14. ૧ ટેબલસ્પૂનચણાનો લોટ
  15. ૧ ટેબલસ્પૂનરવો
  16. તળવા માટે તેલ આવશ્યકતા અનુસાર
  17. 🔸️હમ્મસ માટે
  18. ૧/૨ કપબાફેલા છોલે ચણા
  19. ૩ ટેબલસ્પૂનસફેદ તલ
  20. ૩ ટેબલસ્પૂનઓલિવ ઓઈલ
  21. ૧ ટીસ્પૂનજીરુ
  22. ૪-૫ કળી લસણ
  23. ૧/૨લીંબુ નો રસ
  24. મીઠું આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ફલાફલ માટે
    સૌપ્રથમ ચણાને ધોઈ અને 4 કપ પાણી નાખી આખી રાત પલાળી રાખો ત્યારબાદ ચણામાંથી પાણી કાઢી અને પેપર નેપકીન ઉપર પૂરા કરી લો. હવે એક બાઉલમાં ચણા તથા તેમાં સામગ્રીમાં તથા ફોટામાં દર્શાવ્યા પ્રમાણે એડ કરો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    હવે આ ક્રશ કરેલ મિશ્રણ એક મોટા બાઉલમાં કાઢી લો તેમાં ચણાનો લોટ તથા રવો એડ કરો.

  3. 3

    એ તેમાં હળદર, મીઠું, મરી પાઉડર એડ કરી મિક્સ કરી લો. તેના ગોળા વાળી લો.

  4. 4

    હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આ ગોળા સમય તેટલા નાખો. અને હવે ગેસ લો ટુ મીડીયમ કરી દેવો. અને ગોલ્ડન કલરના ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવા. ત્યારબાદ તેને એક પેપર નેપકીન ઉપર કાઢી લેવા.તૈયાર છે ફલાફલ !

  5. 5

    હમ્મસ માટે
    પલાળેલા છોલે ચણા માંથી પાણી કાઢી અને કોરા કરી લેવા હવે મિક્સર બાઉલમાં આ ચણા તલ લસણ મીઠું જીરું લીંબુનો રસ નાખો અને ત્યારબાદ ઓલિવ ઓઈલ નાખી તેને મિક્સરમાં પીસી લો. (ટીપ : જરૂર પડે વધુ ઓલિવ ઓઇલ એડ કરી શકો છો અને ચણા બાફતા વધેલું પાણી પણ જરૂરિયાત મુજબ એડ કરી શકો છો.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Top Search in

Similar Recipes