પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#DR
દાળ રેસીપી
હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે.

પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)

#DR
દાળ રેસીપી
હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. ૧ કપતુવેર ની દાળ
  2. & ૧/૨ કપ પાણી
  3. ૨ ટેબલ સ્પૂનતેલ + ૧ ટેબલ સ્પૂન ઘી
  4. ૧ ટી સ્પૂનજીરૂ
  5. કાંદો ઝીણો સમારેલો
  6. લીલુ મરચુ + ૧ ટેબલ સ્પૂન લસણ ઝીણું સમારેલુ
  7. ટામેટું ઝીણું સમારેલું
  8. ૧ ટેબલ સ્પૂનછીણેલું આદુ + ૧ ટી સ્પૂન વાટેલું લસણ
  9. ૧/૪-૧/૪ ટી સ્પૂન હળદર, હિંગ
  10. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટી સ્પૂનધાણજીરુ
  12. & ૧/૨ ટી સ્પૂન લાલ મરચુ
  13. &૧/૨ ટી સ્પૂન મીઠું
  14. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  15. ૧ ટેબલ સ્પૂનકોથમીર
  16. તડકા માટે ****
  17. ૧ ટેબલ સ્પૂનઘી
  18. ૧ સુકુ લાલ મરચુ
  19. ૧/૨ ટી સ્પૂન જીરું,
  20. ૧/૪ ટી સ્પૂનહિંગ
  21. ૧/૪ ટી સ્પૂન લાલ મરચુ
  22. ૧/૨ ટી સ્પૂન જીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તુવેર ની દાળ બરાબર ધોઈ ને ૨ ૧/૨ કપ પાણી નાખી ને કૂકર માં બાફી લો. બીજી બધી તૈયારી કરી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ અને ઘી ગરમ કરવા મૂકો. એમાં જીરૂ ઉમેરી જીરૂ ફૂલે એટલે કાંદો, લીલુ મરચુ અને સમારેલું લસણ ઉમેરી, કાંદા થોડી વાર સાંતળી લો.

  3. 3

    હવે વાટેલા આદુ લસણ ઉમેરી કાંદા બ્રાઉન થાય એટલે ટામેટા, મીઠું અને સૂકા મસાલા ઉમેરો.

  4. 4

    હવે બરાબર મિક્સ કરીને ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો. બાફેલી દાળ ઉમેરી ૨ કપ પાણી, કસુરી મેથી અને કોથમીર ઉમેરી દાળ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે ગેસ બંધ કરી લો.

  5. 5

    ગરમ ગરમ દાળ માં ઉપર થી તડકો નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes