આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 7-8મીડિયમ સાઇઝ બટાકા
  2. 4 થી 5 નંગ તીખા લીલા મરચાં
  3. 8-10લસણની કળી
  4. 1નાનો ટુકડો આદુ
  5. 1/2 લીંબુ
  6. 1 ચમચીમીઠું
  7. થોડાઝીણા સમારેલા કોથમીર
  8. 2 બાઉલ ઘઉંનો લોટ
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીજીરું
  11. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ 6 થી 7 મીડિયમ સાઇઝના બટાટાને બાફી અને છાલ ઉતારી લેવી.

  2. 2

    ત્યારબાદ બટેટાને મેશ કરી તેમાં આદુ-લસણની અને લીલા મરચાની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી 1/2 લીંબુ નો રસ ઉમેરવો તેના પર ઝીણા સમારેલા કોથમીર ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવી.

  3. 3

    ત્યારબાદ એક કટોરામાં બે બોલ ઘઉંનો લોટ લઈ તેમાં બે ચમચી તેલ અને એક ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેનો મીડીયમ ડો બનાવો.

  4. 4

    ત્યારબાદ ઘઉંના લોટનો એક નાનું લોયુ લઈ તેને નાની રોટલીમાં વણવું અને તેમાં બટાકાની સ્ટફિંગ ભરવી પછી તેને એક લોયામાં પેક કરીએ અને રોટલીની જેમ વણવું અને ગરમ તવા પર શેકવા માટે મૂકવું.

  5. 5

    ત્યારબાદ તેને પલટી અને બીજી સાઈડ શેકવા માટે મૂકવો ત્યારબાદ બંને સાઈડ થોડું તેલ લગાવીને ધીમી આંચ પર શેકવું જેથી પરાઠુ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને.

  6. 6

    બસ તૈયાર છે ચટપટો આલુ પરાઠા સર્વ કરી શકો છો અને હા તેના પર થોડું બટર તો ઉમેરવું જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes