પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR3
#cookpadindia
#cookpadgujarat
પાલકએ એક સુપરફૂડ છે, જેમાં ઘણા બધા પોષક તત્વો, વિટામિન K અને A, પ્રોટીન, આયર્ન અને ખનિજોનું ઉચ્ચ સ્તર હોય છે. પનીર પણ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.તે આપણી કેલ્શિયમની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તે હાડકાંને ઝડપથી મજબૂત થવામાં મદદ કરે છે. તેથી આ રેસીપી બાળકોને અને સ્વજનોને આરોગ્યપ્રદ ભોજન પીરસવાની સારી રીત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપમેંદો
  3. જૂડી પાલક
  4. ૧/૨ કપકોથમીર
  5. તીખા લીલા મરચા
  6. ગાજર ખમણેલું
  7. ૧/૨ કપલીલુ લસણ ઝીણું સમારેલું
  8. ૧/૨ કપકોથમીર ઝીણી સમારેલી
  9. ૧ કપપનીર ખમણેલું
  10. ર નંગ બટેટાનો માવો
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીમરી પાઉડર
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. સ્વાદ અનુસારમીઠું
  16. ઘી બટર તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને બ્લાંચ કરી નિતારી લેવી.મિક્સર જારમાં પાલક કોથમીર અને લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી લો.

  2. 2

    હવે બંને લોટને ભેગા કરી તેમાં તેલનું મોણ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તૈયાર કરેલી પાલકની પેસ્ટથી લોટ બાંધી 15 થી 20 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે બટેટાના માવામાં ગાજરનું ખમણ,લીલું લસણ, કોથમીર,પનીર અને જણાવેલા બધાજ મસાલા / મીઠું ઉમેરી સ્ટફિંગ તૈયાર કરી લો.

  4. 4

    હવે પરોઠાના લોટમાંથી લુવા કરી મોટું પરોઠું વણો, ત્યારબાદ તેમાં સ્ટફિંગ મૂકી વાળી લો અને ફરીથી આલુ પરોઠા ની જેમ મોટું પરોઠું વણી લો. ત્યારબાદ નોનસ્ટિક તવાને ગરમ કરી તેના પર ઈચ્છા મુજબ ઘી/બટર/તેલ લગાવી બંને બાજુ ગોલ્ડન રંગના શેકી લો.

  5. 5

    તો તૈયાર છે શિયાળામાં મજા પડી જાય તેવા ગરમાગરમ અને એકદમ પૌષ્ટિક -ટેસ્ટી પાલક પનીર પરોઠા જેને આપ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes