એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MBR3
#week2
#SPR
#શિંગોડા
#WATERCHESTNUT
#SALAD
#TEMPTING
#SIDE_DISH
#winter
#INTERNATIONAL
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ.
અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામબાફેલા શિંગોડા
  2. 1 નંગમોટું ટામેટું
  3. 1 નંગકેપ્સીકમ
  4. 1/2 કપકોબજ
  5. 1/2 નંગ સલાડની કાકડી
  6. 2 ચમચીતાજી બેસિલ
  7. 2 ચમચીકોથમીર ની દાંડી
  8. 1 ચમચીચીલી સોસ
  9. 1 ચમચીટોમેટો કેચઅપ
  10. 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  11. 1/4 ચમચી અધકચરામ મરી
  12. 1/2 ચમચી ઓરેગાનો
  13. 8-10તાજા ઓરેગાનો ના પાન
  14. 1 ચમચીતલનું તેલ
  15. ચપટીરોઝ મેરી
  16. ચપટીચાટ મસાલો
  17. 1/2 ચમચી તલ
  18. 1/2 ચમચી લીંબુનો રસ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1લીલું મરચું ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બાફેલા શિંગોડાની છાલ કાઢી તેને ઉભા સમારી લો. ટામેટાનો વચ્ચેનો ગર કાઢી ને, કોબીજ, કેપ્સીકમ, કાકડી ને ઉભા સમારી લો. તાજા બેસિલ, ઓરેગાનોના પાન, કોથમીર ની દાંડી ઝીણી સમારી લો. એક જાડા તળિયાવાળા પેનમાં તલનું તેલ ગરમ મૂકી તેમાં કોથમીર ની દાંડી તાજા બેસિલ-ઓરેગાનો, લીલું મરચું ઉમેરો. પછી તેમાં બધા ડ્રાય હર્બ્સ ઉમેરી એકાદ મિનિટ માટે સાંતળો.

  2. 2

    હવે તેમાં સમારેલા શિંગોડા ઉમેરી બે મિનિટ માટે તેને સોતે કરો. પછી તેમાં બાકીના શાક ઉમેરી એક મિનિટ માટે સાંતળો.

  3. 3

    હવે તેમાં ટામેટા, ચીલી સોસ, કેચઅપ અને મીઠું ઉમેરી એક મિનિટ માટે ફાસ્ટ તાપે કુક કરી ગેસ બંધ કરી, તેમાં મીઠું લીંબુનો રસ અને શેકેલા તલ ઉમેરો. તૈયાર એક્ઝોટીક શિંગોડાના સલાડ. તેને સર્વિગ ડીશમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ની દાંડી અને તલ ભભરાવીને ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4
  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes