મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે.

મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)

હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનીટ
2-3 વ્યક્તિ
  1. 1/2વાટકી મગની મોગરદાળ
  2. 1 નંગટામેટું
  3. 1 નંગદેશી કાકડી
  4. 1 નંગગાજર
  5. 1/2 વાટકી ઝીણી સમારેલી કોથમીર
  6. સ્વાદમુજબ મીઠું
  7. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
  8. 1/2 લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

5-7 મિનીટ
  1. 1

    સૌપ્રથમ મોગરદાળને ધોઈને અડધા-પોણા કલાક માટે પાણી નાંખી પલાળી રાખો. દાળ પલળી જાય એટલે કાણાં વાળા વાડકામાં કાઢીને એને નિતારીને કોરી પડવા દો.

  2. 2

    હવે ઉપર જણાવેલ શાકભાજીને ઝીણા-ઝીણા સમારી લો.હવે એમાં પલાળેલી દાળ નાંખી દો.પછી એમાં સ્વાદમુજબ મીઠું, લાલ મરચું તથા લીંબુનો રસ ઉમેરો.પછી એને બરાબર હલાવી લો.

  3. 3

    તૈયાર છે સઆડ, આ સલાડને જમવાની થાળીમાં પીરસો અથવા વજન ઘટાડવા માટે એકલું પણ (સુપર ફૂડ તરીકે)ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes