ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું

ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)

આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ લીલી ચોળી
  2. ૨ નંગરીંગણ
  3. ૧ નંગબટાકુ
  4. કળી લસણ
  5. ૧/૨+૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૧/૨ધાણાજીરું પાઉડર
  8. ચપટીખાંડ
  9. ૧ નંગલીલું મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૨ ટીસ્પૂનતેલ
  12. ૧/૪ ટીસ્પૂનરાઈ
  13. ૧/૪ ટીસ્પૂન‌જીરુ
  14. ૧/૪ ટીસ્પૂનઅજમો
  15. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં સમારેલી ચોળી મા રીંગણ સમારી લો, બટાકો છોલીને સમારી લો, શાક ને પાણી થી ધોઈ લો

  2. 2

    લસણ મા મરચું નાખી ને વાટી લો, લીલું મરચું સમારી લો

  3. 3

    હવે કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ,જીરું,અજમો,હિંગ સમારેલા લીલાં મરચાં, લસણીયુ મરચું, હળદર નાખીને બરાબર સાંતળી લો

  4. 4

    ત્યારબાદ સમારેલું શાક ઉમેરો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ જરુરી પાણી રેડી ને ત્રણ વ્હીસલ વગાડી લો,

  5. 5

    કુકર ઠંડુ પડે એટલે ખોલી ગરમાગરમ શાક સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes