સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MBR3
#Week3
#SJC
#restaurant_style
#cookpadindia
#cookpadgujarati

સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 🎯 ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન ના ઘટકો :--
  2. 1 કપસ્વીટકોર્ન ના દાણા
  3. 2 કપપાણી
  4. 3/4 tspમીઠું
  5. 3/4 tspખાંડ
  6. 1.5 tbspકોર્ન ફ્લોર
  7. 1/4 કપપાણી
  8. 🎯 સૂપ માટેના ઘટકો :--
  9. 2 tbspબટર
  10. 1 tspઆદુ ની પેસ્ટ
  11. 1 tspલસણની પેસ્ટ
  12. 1/2 tspલીલા મરચાં ની પેસ્ટ
  13. 2 tbspલીલી ડુંગળી નો સફેદ ભાગ
  14. 1/4 કપગાજર ઝીણા સમારેલા
  15. 1/4 કપફણસી ઝીણી સમારેલી
  16. 1/2 tspકાળા મરી પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 2 tspવિનેગર
  19. 2 tspખાંડ
  20. 2 કપક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન
  21. 3 કપગરમ પાણી
  22. 2 tbspકોર્નફ્લોર + 3 ટેબલ સ્પૂન પાણી ની સ્લરી
  23. 2 tbspલીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા
  24. 2 tbspફ્રેશ ક્રીમ
  25. 👉 ગાર્નિશ માટે :--
  26. લીલી ડુંગળી ના લીલા પાન ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન બનાવવા માટે સ્વીટકોર્નના દાણા ને ઉકળતા પાણીમાં ઉમેરી સાથે ખાંડ અને મીઠું ઉમેરો. હવે તેને 15 મિનિટ માટે મીડીયમ ગેસ ની આંચ પર પકાવવું. હવે કોર્નફ્લોર ને પાણીમાં મિક્સ કરીને સ્લરી બનાવી લેવી. આ સ્લરીને સ્વીટકોર્ન માં ઉમેરીને થોડું જાડું થાય ત્યાં સુધી કૂક કરો. હવે તેને ઠંડુ થવા દેવું. સૂપ બનાવવા માટે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન તૈયાર છે. ત્રણ થી ચાર દિવસ માટે એને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય. આ ક્રીમ સ્ટાઈલ કોર્ન નો ઉપયોગ કરીને બીજી વાનગીઓ પણ બનાવી શકાય.

  2. 2

    એક પેનમાં બટર ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી એક મિનિટ માટે સાંતળી તેમાં લીલા કાંદા નો સફેદ ભાગ ઉમેરીને એક મિનિટ માટે સાંતળવું. હવે તેમાં ઝીણા સમારેલા ગાજર અને જીની સમારેલી ફણસી ઉમેરીને ફરી એક મિનિટ માટે સાંતળો લો.

  3. 3

    હવે તેમાં મીઠું, કાળા મરી પાઉડર, ખાંડ અને વિનેગર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન અને ગરમ પાણી ઉમેરવું. ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન માં પણ મીઠું છે એ વાતનું ધ્યાન રાખવું.

  4. 4

    કોર્નફ્લોર અને પાણીને મિક્સ કરીને સ્લરી બનાવી લો. જ્યારે સૂપ ઉકળવા માંડે ત્યારે તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડું જાડું થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે તેમાં લીલી ડુંગળી ના લીલા પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ફ્રેશ ક્રીમ ઉમેરીને એક મિનિટ માટે કૂક કરી લો. ત્યારબાદ ગેસ ની આંચ બંધ કરી દો.

  6. 6

    હવે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રીમી સ્વીટ કોર્ન સૂપ તૈયાર છે સર્વ કરવા માટે. આ સ્વીટકોર્ન સૂપ ને લીલી ડુંગળી વડે ગાર્નિશ કરી સર્વ કરો.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes