મૂળા નાં સ્ટફ્ડ પરાઠા (Mooli Stuffed Paratha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#WPR
તમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે ?
હા, મિત્રો મૂળાના સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકાય. બીજા સ્ટફિંગવાળા પરોઠા કરતા મૂળાના પરોઠા વણવામાં થોડું અઘરું પડે છે કારણકે મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે માટે પરોઠા વણતી વખતે તૂટવાની શક્યતા વધુ રહે છે પરંતુ હું જે ટ્રીક બતાવવા જઈ રહી છું એ પ્રમાણે તમે પણ સાવ સરળતાથી પરોઠા બનાવી શકશો, તો ચાલો જોઈ લઈએ મૂળાના પરોઠા બનાવવાની રીત...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. 1 કપમૂળાનું છીણ
  2. 3/4 કપઘઉંનો ઝીણો લોટ
  3. 3/4 ટેબલ સ્પૂનતેલ(મોણ માટે)
  4. 2 ટેબલ સ્પૂનકોથમીર
  5. 2લીલા મરચાં
  6. 1/2 ઇંચઆદુનો ટુકડો
  7. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  8. 1/4 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  9. 1/4 ટેબલ સ્પૂનગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તેલ ફ્રાય કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરાઠા માટેનો લોટ તૈયાર કરી લેવો. ઘઉંના લોટમાં ચપટી મીઠું તેમજ તેલનું મોણ આપી મીડીયમ સોફ્ટ લોટ બાંધી લેવો.
    લોટમાં ફરી થોડું તેલ નાખી સરસ રીતે મસળીને સ્મૂથ કરી લેવો તેમજ ઢાંકીને થોડીવાર મૂકી રાખવો જેથી લોટ બરાબર સેટ થઈ જાય ને ત્યાં સુધીમાં પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લેવું.

  2. 2

    સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌપ્રથમ મૂળાને સાફ કરી, છાલ ઉતારી મીડીયમ છીણીથી છીણી લેવું. છીણ મોટું હોય તો પરાઠા વણતી વખતે તૂટે માટે છીણ મોટી નથી રાખવાનું. ત્યારબાદ આ છીણને કોટનના સાફ કપડામાં લઈ તેમાંથી પાણી નિતારી લેવાનું છે. પ્રેસ કરીને મૅક્સિમમ નીકળે તેટલું પાણી નિતારી લેવાનું.

  3. 3

    પાણી નિતારી લધા બાદ આ છીણને બાઉલમાં લઈ તેમાં કોથમીર, આદુ, ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો તેમજ મીઠું એડ કરીને મિક્સ કરી લેવું. આદુને છીણીને એડ કરવું.

  4. 4

    સ્ટફિંગ તૈયાર કરી લીધા પછી લોટમાંથી સરખા લૂવા બનાવી લેવા, તેમાંથી એક લુવો લઈ તેને વચ્ચેથી જાડી રહે તેમ પૂરી જેવડી રોટલી વણીને તૈયાર કરવાની છે એટલે કે કોરની સાઈડ પાતળી અને વચ્ચેના ભાગમાં રોટલી જાડી રહે એ રીતે વણવાની છે.
    પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મુકો. રોટલીની કિનારીઓ ઉપર તરફ ભેગી કરી પોટલી બનાવો તેમજ વધારાનો લોટ દૂર કરી બરાબર પ્રેસ કરી લો, જેથી સ્ટફિંગ બહાર ન નીકળે. ત્યારબાદ કોરા લોટથી ડસ્ટીંગ કરી હાથથી થપથપાવીને રોટલાની જેમ પરાઠુ જેટલું મોટું થઈ શકે તેટલું કરો.

  5. 5

    વણી લીધા બાદ આ પરોઠાને સાંતળી લો, પરોઠું વણતી વખતે જે નીચેની સાઈડ છે તે સાઈડ લોઢીમાં પણ નીચેની સાઈડ રહે તેમ મુકવાનું છે. બંને સાઈડ તેલ કે માખણ લગાવી ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન ઉપસી આવે ત્યાંસુધી સાંતળવાનું છે. આ પરોઠા સ્ટવની ફ્લેમ સ્લો રાખીને સાંતળવાના છે કારણકે આપણે અંદરનું સ્ટફિંગ કાચું લીધેલું છે.

  6. 6

    તો તૈયાર છે... ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા મૂળાના પરોઠા બનીને તૈયાર છે જેને ખાવાની ખુબ જ મજા પડે છે, તો એકવાર તમે પણ બનાવજો, બધાને ખુબ જ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes