પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#WPR
#CookpadTurns6
#MBR6
#week6
#CWM1
#Hathimasala
#cookpadgujarati
#cookpad
અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati

#WPR
#CookpadTurns6
#MBR6
#week6
#CWM1
#Hathimasala
#cookpadgujarati
#cookpad
અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ માટે
  1. પરાઠા ના ડોહ માટે:
  2. 1.5 કપઘઉંનો લોટ
  3. 2 Tbspમોણ માટે તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. જરૂરિયાત મુજબ પાણી
  6. સ્ટફિંગ તૈયાર કરવા માટે:
  7. 1/4 કપબારીક સમારેલું ગ્રીન કેપ્સીકમ
  8. 1/4 કપબારીક સમારેલું યેલ્લો કેપ્સીકમ
  9. 1/4 કપઅમેરિકન મકાઈના બાફેલા દાણા
  10. 1/4 કપબારીક સમારેલી ડુંગળી
  11. 1/2 કપમેશ કરેલું પનીર
  12. 1 Tspઓરેગાનો
  13. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  14. 1 Tspચાટ મસાલો
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1/4 કપખમણેલું ચીઝ
  17. 2 Tbspપીઝા સોસ
  18. પરાઠાને શેકવા માટે જરૂરિયાત મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મોણ માટેનું તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાણી વડે સોફ્ટ ડોહ તૈયાર કરવાનો છે. ડોહને ઢાંકીને 15 મીનીટ માટે રેસ્ટ આપવાનો છે.

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે બધા વેજીટેબલ્સને સમારીને તૈયાર કરી લેવાના છે.

  3. 3

    આ વેજીટેબલ્સને એક બાઉલમાં લઈ તેમાં મેશ કરેલું પનીર, સ્વાદ અનુસાર મીઠું અને મસાલા ઉમેરવાના છે.

  4. 4

    હવે તેમાં પીઝા સોસ અને ખમણેલું ચીઝ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવાનું છે.

  5. 5

    તૈયાર કરેલા ડોહના લુવા કરી તેમાંથી એક સરખી સાઈઝના બે પળ વણીને તૈયાર કરવાના છે. એક પળ પર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી તેના પર બીજું પળ લગાવી કિનારી પર હાથથી થોડું પ્રેસ કરી દેવાનું છે.

  6. 6

    લોઢીને ગરમ કરી તેમાં તેલ લગાવી આ પરાઠાને બંને તરફથી બરાબર રીતે શેકી લેવાનું છે.

  7. 7

    જેથી આપણા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  8. 8

    આ પરાઠાને ગરમા ગરમ સર્વ કરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes