વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#WCR
#cookpad_gujarati
#cookpadindia
વેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  1. મન્ચુરિયન માટે:
  2. 1/2 કપખમણેલા ગાજર
  3. 1/2 કપબારીક સુધારેલું કોબી
  4. 2 નંગડુંગળી, ખમણેલી
  5. 2ચમચા મેંદો
  6. 2ચમચા કોર્નફ્લોર
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તળવા માટે તેલ
  10. ગ્રેવી માટે:
  11. 1ચમચો તેલ
  12. 2 નંગલીલી ડુંગળી, સફેદ અને લીલો ભાગ અલગ સુધારેલા
  13. 1ચમચો ઝીણું સુધારેલું લસણ
  14. 1ચમચો ઝીણું સુધારેલું આદુ
  15. 1/2ચમચો સોયા સોસ
  16. 1ચમચો ટોમેટો કેચઅપ
  17. 2ચમચા રેડ ચીલી સોસ
  18. 1 ચમચીવિનેગર
  19. 1/2 ચમચીમરી પાઉડર
  20. 1/4 ચમચીખાંડ
  21. કોર્નફ્લોર સ્લરી માટે:
  22. 1ચમચો કોર્નફ્લોર
  23. 2ચમચા પાણી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    મન્ચુરિયન ના બધા ઘટકો ભેળવી લો. ભેળવવા ની સાથે શાક નું પાણી છૂટું પડશે એટલે પાણી ની જરૂર નહીં પડે. તેલ વાળા હાથ કરી ગોળા બનાવી લો.

  2. 2

    તેલ ગરમ કરી આ ગોળા ને તળી લો અને ટીસ્યુ લગાવેલી પ્લેટ માં કાઢી લો.

  3. 3

    બધા સોસ ને ભેળવી ને તૈયાર રાખો. કોર્નફ્લોર માં પાણી ઉમેરી સ્લરી તૈયાર રાખો.

  4. 4

    ગ્રેવી માટે તેલ ગરમ મુકો અને લીલી ડુંગળી નો સફેદ ભાગ, આદુ અને લસણ નાખી બરાબર સાંતળો. પછી ભેળવેલા સોસ ઉમેરો અને એક કપ પાણી નાખી ઉકળવા દો.

  5. 5

    ગ્રેવી ઉકળવા નું શરૂ થાય એટલે કોર્નફ્લોર સ્લરી ને સરખી હલાવી ને ઉમેરો. સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ના થાય. હલકી આંચ પર ગ્રેવી ઘટ્ટ અને ચમકીલી બને ત્યાં સુધી ઉકળવા દો.

  6. 6

    અંત માં મરી પાઉડર, ખાંડ અને મીઠું ઉમેરો.

  7. 7

    તળેલા મન્ચુરિયન અને વિનેગર ઉમેરો. સરખું ભેળવી લો. 2-3 મીનીટ પછી આંચ બંધ કરો અને લીલી ડુંગળી ના પાન ઉમેરો.

  8. 8

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes