બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#LSR
#Broccoli

લગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે.

બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#LSR
#Broccoli

લગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસમારેલી બ્રોકોલી
  2. ૧૦ - ૧૨ નંગ બદામ
  3. ૧ ચમચીઘી અથવા બટર
  4. ૧ ગ્લાસદૂધ
  5. ૧/૨ ગ્લાસપાણી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  8. ક્રીમ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામ ૧ થી ૨ કલાક ગરમ પાણી માં પલાળી સ્કીન દૂર કરવી. ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં સૌથી પહેલાં બદામ સાંતળી સમારેલી બ્રોકોલી એડ કરી ૫ મિનિટ માટે કુક કરો. ત્યારબાદ ઠંડું પડે એટલે મિકસી જારમાં લઈ સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક પેનમાં પેસ્ટ કાઢી દૂઘ અને પાણી ઉમેરી મિડિયમ ફ્લેમ પર ફરી ૫-૭ મિનિટ કુક કરો. બદામ ના લીઘે થોડી જ વારમાં સૂપ થોડો ઘટ્ટ થવા લાગશે ત્યાર બાદ તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ ઓફ કરી દો.

  3. 3

    ગરમ ગરમ સૂપ સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી ક્રીમ અને મરી પાઉડર ઉમેરીને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.

  4. 4

    નોંઘ:- આ સૂપ માં ડુંગળી નો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes