ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#FR
#KK
#cookpadgujarati
સરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ શક્કરિયા બાફેલા
  2. ૧ નંગ બટાકુ બાફેલું
  3. ૧/૪ કપશીંગદાણા નો અધકચરો ભૂકો
  4. ૧/૪ કપસાબુદાણા
  5. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૨ ચમચીકોથમીર સમારેલી
  7. ૨ ચમચીસફેદ તલ
  8. ૨ ચમચીપીસેલી ખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ચમચીઆમચૂર પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૨ ચમચીરાજગરાનો લોટ
  13. કોટ કરવા માટે રાજગરાનો લોટ
  14. શેલો ફ્રાય કરવા માટે તેલ
  15. સર્વિંગ માટે
  16. ચટણી લીલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને 20 મિનિટ પલાળી લેવા. તેમાંથી હાથેથી દબાવી પાણી નિતારી લેવું અને બટાકુ અને શક્કરિયાને મેશ કરી તેમાં સાબુદાણા નાખવા.

  2. 2

    હવે આદુ- મરચાની પેસ્ટ,સફેદ તલ, અધકચરા વાટેલા શીંગદાણા, ખાંડ, ધાણાજીરું પાઉડર, મીઠું, રાજગરાનો લોટ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી માવો તૈયાર કરી લેવો.

  3. 3

    હવે કટલેસના બીબામાં માવાનું મિશ્રણ ભરી કટલેસ તૈયાર કરી લેવી. તેને રાજગરાના લોટમાં રગદોળી હાથેથી થોડું પ્રેસ કરી વધારાનો લોટ કાઢી લેવો. આ રીતે બધી કટલેસ તૈયાર કરી લેવી. સેલો ફ્રાય કરવા માટે પેનમાં ત્રણ 4 ચમચી જેટલું તેલ મૂકી ગરમ થાય એટલે કટલેસ મૂકી બંને બાજુ ગોલ્ડન કલરની ફ્રાય કરી લેવી.

  4. 4

    તો તૈયાર છે ફરાળી કટલેસ, વ્રતમાં ફરાળી કટલેસ ની મજા માણો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (8)

દ્વારા લખાયેલ

Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes