ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#BW
#FEB
#W4
#cookpadgujsrati
#cookpadindia
શિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. મોટા રીંગણ
  2. ગ્રીન પેસ્ટ માટે
  3. ૧ કપલીલા ધાણા સમારેલા
  4. ૧/૪ કપલીલું લસણ સમારેલું
  5. ૩ નંગલીલા મરચાં
  6. ૧ ટુકડોઆદું
  7. કળી લસણ
  8. ઓળા માટે
  9. ટે. સ્પૂન તેલ
  10. ૧ (૧/૨ કપ)લીલી ડુંગળી સમારેલી
  11. ૧/૪ કપલીલું લસણ
  12. ૧ નંગટામેટું સમારેલું
  13. ૧/૨ટી. સ્પૂન જીરું
  14. ૧ નંગવઘાર નું સૂકું લાલ મરચું
  15. ૧ નંગ તમાલપત્ર
  16. ચપટીહીંગ
  17. ૧/૨ટી. સ્પૂન હળદર
  18. ટી. સ્પૂન ધાણાજીરું
  19. ટી. સ્પૂન ગરમ મસાલો
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ગાર્નિશ માટે
  22. લીલા ધાણા
  23. લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને ધોઈ લૂછી તેલ લગાવી ને ગેસ પર શેકી લેવા થોડા ઠંડા પડે એટલે છાલ કાઢી સ્મેશ કરી લેવા.

  2. 2

    ગ્રીન પેસ્ટ માટેની બધી સામગ્રી લઈ મિક્સર વાટી લેવી.લીલી ડુંગળી,લીલું લસણ સમારી લેવું.

  3. 3

    એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ મુકી જીરું ઉમેરવું. તતડે એટલે વઘાર નું મરચું,તમાલપત્ર અને હિંગ ઉમેરી લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી ૧ મિનિટ સાંતળી પછી લીલા પાન નો ભાગ અને લીલું લસણ ઉમેરી ને સાંતળી તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી ૧ મિનિટ સાંતળવી.

  4. 4
  5. 5

    હવે તેમાં સમારેલું ટામેટું ઉમેરી સાંતળી હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું ઉમેરી સાંતળી તેલ છૂટું પડે

  6. 6

    એટલે સ્મેશ કરેલો રીંગણ નો માવો થોડી સમારેલી લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરી હલાવી ૫ મિનિટ થવા દેવું.પછી ગેસ બંધ કરી સરવિંગ બાઉલ માં કાઢી લેવું.

  7. 7

    ઉપર સમારેલી લીલી ડુંગળી અને લીલા લસણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes