પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ ધોઈને સમારેલી મેથી ભાજી
  2. 1/2 બાઉલ બાફેલા બટાકા નો માવો
  3. 1 મોટી ચમચીક્રશ કરેલું લીલું લસણ
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીજીરૂ
  6. પા કપ ઝીણી સમારેલી ડુંગળી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી ધાણા જીરુ
  12. 1/2 ચમચી ચાટ મસાલો
  13. કોથમીર જરૂર મુજબ
  14. 1 નાની ચમચીપંજાબી ગરમ મસાલો
  15. 1/4 ચમચી અધકચરી ક્રશ કરેલી વરિયાળી
  16. 1/4 ચમચી અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા
  17. પરાઠાનો લોટ બાંધવા માટે
  18. 1મોટો ઘઉંનો લોટ
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 2 ચમચીતેલ
  21. 1/4 ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો
  22. શેકવા માટે શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા માટે મેથીની ભાજી ને સારી રીતે ધોઈને ઝીણી સમારી લેવી અને બટેકાને બાફી લેવા અને ઠંડા કરી લેવા

  2. 2

    હવે તેમાં તેલ લઈને ગરમ થાય એટલે તેમાં 1 ચમચીજીરું નાખી ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ક્રશ કરેલું લીલું લસણ નાખી બંનેને સારી રીતે સાંતળી લેવું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી

  3. 3

    પછી તેમાં ધોઈને સમારેલી મેથીની ભાજી નાખી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ભાજી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કુક થવા દેવી હાજી કૂક થઈ જાય પછી તેમાં તેમણે લાલ મરચું પાઉડર ચાટ મસાલો આમચૂર પાઉડર ગરમ મસાલો અને બટાકાનો માવો નાખ્યો મિક્સ કરી લેવું

  4. 4

    પછી આ સ્ટફિંગ ને ઠંડુ થવા દેવું તે દરમિયાન પરાઠાના લોટ બાંધી લેવો અને લોટને 1/2 કલાક રેસ્ટ આપી દેવો પછી લોટને ફરીથી મસળી લેવી તેમાંથી રોટલી વણી વચ્ચે બનાવેલું અને ઠંડુ કરેલું સ્ટફિંગ મૂકી બધી બાજુ સીલ કરી પરાઠો વણી લેવું

  5. 5

    પછી આ પરાઠા ને ગરમ તવી ઉપર બંને બાજુ ઘી થી ક્રિસ્પી શેકી લેવું

  6. 6

    ગરમાગરમ પરાઠાને સર્વ કરવું

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes