પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106
શેર કરો

ઘટકો

35 થી 40 મિનિટ
પાંચ થી છ લોકો
  1. 1વાટકો ફ્લાવર
  2. 2 નંગ બટાકા
  3. 1 વાટકો કોબી
  4. 1 નાની વાટકી વટાણા,
  5. નાની વાટકીદુધી
  6. 1 મોટો વાટકો લીલી ડુંગળી
  7. 1 મોટો વાટકો ટામેટાં,
  8. 1 નાની વાટકીલીલુ લસણ
  9. 2 ચમચી આદુ મરચાની પેસ્ટ,
  10. 3-4ચમચા તેલ
  11. 1/2 ચમચી હળદર
  12. 2 થી 3 ચમચી લાલ મરચું
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચી પાવભાજી મસાલો
  15. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌ.પ્રથમ બધા શાકભાજી સુધારી લેવા. ત્યારબાદ તેને ધોઈને કુકરમાં, બાફવા, મુકવા. નાના, બે ગ્લાસ,પાણી મૂકવા.અને ચાર થી પાંચ વ્હિસલ વગાડવી. પછી ઝીણા, ટામેટાં સુધારી લેવા. ત્યારબાદ ડુંગળી સુધારી લેવી

  2. 2

    બધા શાકભાજી બફાઈ જાય. એટલે એને થોડાક ક્રશ કરી લેવા. સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તે ભાજીને વઘારવી.

  3. 3

    સૌ પ્રથમ. એક લોયામાં, તેલ મુકો. તેલ ગરમ. થાય ત્યારે હિંગ, મૂકીને, તેમાં ઝીણી સમારેલી. લીલી અને સૂકી, ડુંગળી, નાખવી. ડુંગળીને બે મિનિટ સાતળવી.ત્યારબાદ તેમાં. ઝીણા સમારેલા, ટામેટા, નાખવા. પછી તેને ચાર થી, પાંચ મિનિટ. સાતળવી. ત્યારબાદ તેમાં બધા મસાલા કરવા. 1/2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર, સ્વાદ મુજબ, મીઠું અને 2 ચમચી આદુ મરચાની પેસ્ટ, અને લીલું લસણ ખાંડેલુ બધુ નાખી બરાબર મિક્સ કરી. ને સરસ રીતે હલાવી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં,બાફેલું શાક ભાજી નાખવું,1 ચમચીગરમ મસાલો, 2 ચમચી પાવભાજી, મસાલો. અને 2 ચમચી જેટલા ધાણાભાજી નાખવા. બધું નાખીને સરસ રીતે મિક્સ કરી લ્યો. તો તૈયાર છે આપણી. પાવભાજી. અને પાવભાજીની પ્લેટમાં લઈને તેમાં બટર અને ધાણાભાજી છાંટવા. ડુંગળી અને ટામેટાં સાથે. અને લીંબુ સાથે લઈને સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણી, પાવભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Suba
Kirti Suba @cook_38212106
પર

ટિપ્પણીઓ

Similar Recipes