પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ વ્યક્તિ
  1. ૩-૪ નંગબટાકા
  2. ૩-૪ નંગટામેટા
  3. ૨-૩ નંગરિંગણા
  4. 1નાનો કટકો ફ્લાવર
  5. 2મુઠ્ઠી લીલા વટાણા
  6. 1 નંગનાનો કટકો ગાજર
  7. 2લીલી ડુંગળી
  8. ૫-૬કળી લીલુ લસણ
  9. 4-5લીલા મરચાં
  10. 1નાનો કટકો આદુ
  11. 2 નંગસુકી ડુંગળી
  12. ૪-૫કળી લસણ
  13. 2 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીધાણાજીરૂ
  15. 1 ચમચીપાવભાજી મસાલા
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 7-8ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ વઘાર માટે તેલ મૂકી તેમાં બટાકા રીંગણા ફ્લાવર ગાજર કટકો વઘારી દ્યો અને તેમાં હજાર મીઠું ઉમેરી ચારથી પાંચ સીટી વગાડી લો

  2. 2

    ડુંગળીની પેસ્ટ કરી લો,ડુંગળીને ઝીણી સમારી લ્યો અને લસણ આદુ મરચાની પેસ્ટ બનાવી લો. એક અલગ વાસણમાં પાણી ઉકાળી તેમાં વટાણા અને ખાંડ અને મીઠું નાખી બાફી લો

  3. 3

    હવે લોયામાં થોડું વધારે તેલ મૂકી તેમાં ડુંગળી નો વઘાર કરો બદામી રંગની થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને લસણ ઉમેરી દો. અને છેલ્લે ટમેટાંની પ્યોરી ઉમેરી દો અને તેને છૂટો પડવા દો

  4. 4

    તેલ છૂટું પડે એટલે પહેલા કુકરમાં વઘારેલું શાક ઉમેરી દો. અને બાફેલા વટાણા પણ ઉમેરો. હવે તેમાં બાકીના બધા ઉપર જણાવેલા રૂટિન મસાલા ઉમેરો

  5. 5

    ગરમાગરમ ભાજીને બટરમાં શેકેલા પાવ, છાશ, પાપડ અને ડુંગળી ટામેટાના સલાડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes