ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#ઢોકળા રેસિપી
#DRC
ઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે.
તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫-૬કલાક આથો આપો
2 લોકો માટે
  1. 2 વાટકીમીડીયમ ફરાળી મિક્સ લોટ
  2. 1 ગ્લાસપાણી
  3. 1 વાટકીખાટી છાશ,અથવા દહીં
  4. સ્વાદ મુજબ સિંધવ મીઠું
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/3 ચમચીતલ
  7. ચપટીટાટા સોડા બાય કાર્બ
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૫-૬કલાક આથો આપો
  1. 1

    બાઉલ માં ફરાળી લોટ લો. તેમાં ખાટું દહીં કે ખાટી છાસ નાખી મિક્સ કરી ને ૫-૬કલાક માટે આથો આપવો.

  2. 2

    હવે આ મિશ્રણ માં આથો આવાથી તેમાં સિંધવ મીઠું,તલ, આદુ મરચા ની પેસ્ટ,અને ટાટા સોડા ચપટી નાખી ને બરાબર મિક્ષ કરી ને ગેસ પર તપેલા માં વરાળ થી ડીશ માં તેલ લગાવી ને ઢોકળા સ્ટીમ કરો. 10 મિનિટ માટે..

  3. 3

    પછી વરાળ નીકળી જાય એટલે ચાકુ વડે કાપા કરો.અને ફરાળી ઢોકળા સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes