ઢોકળા

#ટ્રેડીશનલ
#પોસ્ટ-૧
ઢોકળા પણ પરંપરાગત રસોઈ માં થી એક છે. મને અતિ પ્રિય ઢોકળા છે. આજે મેં સાદા ઢોકળાં અને સુકી મેથી ને પલાળી નેમેથી ના દાણા વાળા ઢોકળા બનાવ્યા છે. લીલી મેથી ની ભાજી પણ નાખી શકાય છે.અને ચણા ની દાળ ને પણ પલાળી ને નાખી શકાય છે.પહેલા ના સમય માં તો જુવાર ના ઢોકળા પણ બનાવતા,વિવિધ ધાન ના બનાવી શકાય છે . નાના બાળકો ને પણ ભાવતા ઢોકળા તૈયાર છે.
ઢોકળા
#ટ્રેડીશનલ
#પોસ્ટ-૧
ઢોકળા પણ પરંપરાગત રસોઈ માં થી એક છે. મને અતિ પ્રિય ઢોકળા છે. આજે મેં સાદા ઢોકળાં અને સુકી મેથી ને પલાળી નેમેથી ના દાણા વાળા ઢોકળા બનાવ્યા છે. લીલી મેથી ની ભાજી પણ નાખી શકાય છે.અને ચણા ની દાળ ને પણ પલાળી ને નાખી શકાય છે.પહેલા ના સમય માં તો જુવાર ના ઢોકળા પણ બનાવતા,વિવિધ ધાન ના બનાવી શકાય છે . નાના બાળકો ને પણ ભાવતા ઢોકળા તૈયાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ ને ગરમ પાણી અને ખાટું દહીં નાખી ને હલાવી ને લોટ ને આથો આપો. 5-7કલાક આથો આવી જાય એટલે લોટ માં મીઠુ, હળદર નાખીને હલવો. હવે ગેસ પર વઘારીયા માં તેલ મૂકી તેમાં આદુ,મરચા લસણ ની પેસ્ટ, હિંગ,રાઇ નાખી ને વઘાર આથો માં નાખો.અને બરાબર હલાવો.પછી મોટા બાઉલ માં 1 થાળી માં ઢોકળા નું ખીરું પાથરી શકી એ એટલું આથો લઇ તેમાં સોડા બાય કાર્બ ની ચપટી નાંખીને ખૂબ હલાવો.
- 2
હવે આ ખીરા આથા માં પલાળેલી સુકી મેથી નાખીને મિક્સ કરો. પછી થાળી માં તેલ લગાવી ને ઢોકડિયા માં થાળી મૂકી ખીરું પાથરો.ઉપર થી લાલ મરચું નાખો. અને ઢાંકણ ઢાંકી ને ઢોકળા સ્ટીમ કરો.
- 3
5-7 મિનીટ ઢોકળા બફાઈ જાય એટલે ઠંડા કરો. પછી ચાકુ થી ટુકડા કરો.ડિશ માં લો.
- 4
કોથમીર,મરચા, આદુ,લસણ,અને સીંગદાણા મીઠું નાખીને મિક્સરમાં ચટણી બનાવો. તો આ ચટણી અને લસણ ની ચટણી સીંગતેલ સાથે ઢોકળા સર્વકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
#ઢોકળા રેસિપી#DRCઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે. તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો. Krishna Kholiya -
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
"ઢોકળા"
#લિલીપીળી આ ઢોકળા ને ગ્રીન ઢોકળા પણ કહી શકાય પાલકની ભાજી ,છોલે અને સિંગદાણા ના ઉપયોગ થી બનાવ્યું છે. આં ઢોકળા સ્વાદ મુજબ ખૂબ સરસ છે અને સ્વાદિષ્ટ પણ સાથે સાથે પોષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
લીલી મેથી મકાઈના દાણા નો હાંડવો
આજે સાતમ હોવાથી મે ગઈકાલે આ હાંડવો બનાવ્યો.તેમાં પણ લસણ નથી નાખ્યું તો પણ સ્વાદ માં સારો લાગ્યો.લીલી મેથી અને મકાઈ ના દાણા થી ટેસ્ટ ભાવ્યો.. #જૈન Krishna Kholiya -
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
વેજ ઢોકળા (Veg Dhokla Recipe in Gujarati)
#GA4#week24 #cookpadguj#cookpad#cookpadindiaઆ ઢોકળા માટે દાળ-ચોખા પલાળતી વખતે મેથી દાણા નાખેલ છે.જે હેલ્ધી છે.ખીરામાં લસણ તથા અન્ય સામગ્રી એડ કરેલ છે,જે ઢોકળા ને ટેસ્ટી,ફલેવરફુલ બનાવે છે.મેથીના દાણા તથા દહીં નાખેલ હોવાથી ખીરામાં થી તાત્કાલિક ઢોકળા ઉતારી શકાય છે. Neeru Thakkar -
-
તુવેર લીલવા ના ઢોકળા
#લીલીઅત્યારે તુવેર ની લીલી કુમળી શીંગો બજાર માં ખૂબ આવે છે તો એના કૂમળા દાણા માં થી આપણે કચોરી, ઢેકરા, દાણા મેથી નુ શાક, દાણા રીંગણ નું શાક, દાણા લીલી ડુંગળી નું શાક એમ વિવિધ કોમ્બિનેશન થી બનતા શાક તેમજ ભાત પણ સરસ બનાવમાં આવે છે.પણ એનાં કોમ્બિનેશન થી બનતા ઢોકળાં કંઇક અલગ ને ખૂબ સ્પોંજી અને સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
લાઈવ ઢોકળા
આજ ની મારી રસેપી બર્થડે સ્પેશ્યલ છે. હવે કોન્ટેસ્ટ મા બર્થડે પાર્ટી ની રસેપી મુકવાની છે.બર્થ ડે તો કોઇ ની પણ ઉજવાય જેમ ક મોટી ઉંમરના વૃદ્ધ ની પણ ને બાળકો ની પણ. મરી રસેપી મોટી ઉમર ના લોકો બર્થ ડે ઉજવે તો પણ બનાવાય અ રીત ની છે જ ખવા મા સરળ અને પચવામાં હલ્કી અને હેલ્થના માટે ખૂબ જ સારી છે. Sonal Naik -
ખીચડો
#સંક્રાંતિ#ઇબુક૧ . ઉત્તરાયણ નો સ્પેશ્યલ સાત ધાન નો ખીચડો.આમાં સાત જાત ના અનાજ નાખે છે. સૌરાષ્ટ્રમાં તો રાજકોટ જેવા શહેર માં તો સાત ધાન નું મિક્સર પણ પેકેટ માં મળી રહે છે. મેં આ ખીચડા માં મગ,મઠ,તુવેર,ચોખા,કળથી, ઘઉં ના ફાળા નાખ્યા છે.. પણ જુવાર ને પલાળી ને ખાંડી ને પણ નાખીને પણ બનાવાય છે.ચણા મેં સૂકા પલાળી ને નાખ્યા છે.પણ લીલા પોપટા ના ચણા પણ નાંખી શકાય છે.અને પહેલા તો લોકો ચૂલા પર પાટિયા માં ખી ચડો બનાવતા. આ ચૂલા નો ખીચડો તો બહુ જ મીઠો લાગે છે. Krishna Kholiya -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4#Gujaratiગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે.. Kshama Himesh Upadhyay -
મેથી - કોથમીર ખાટા ઢોકળા
#GA4#WEEK19#METHIખાટા ઢોકળા ગુજરાતની આગવી ઓળખ છે અત્યારે શિયાળામાં મેથી ખૂબ સારા પ્રમાણમાં મળે છે તો તમે એની સાથે થોડુંક ઇનોવેશન કર્યું ઢોકળા માં મેથી આવવાથી કોઈને ખબર પણ નહિ પડે કે મેથી ખાધી છે Jalpa Tajapara -
માર્બલ ઢોકળા
ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને આખા વિશ્વ માં જ્યાં જ્યાં ગુજરાતી ઓ વસ્યા ત્યાં ત્યાં ઢોકળા પણ પહોંચ્યા છે અને બધા ને પસંદ આવ્યા છે. આજે અહીં આપણે ઢોકળા ને વિવિધ પ્રકારની રીત થી બનાવસું. તો પેશ છે માર્બલ ઢોકળા જે બે કલર ના અથા થી બને છે અને વિવધતા લાવવા એમાં બીટરૂટ જેવા ફળ વાપરી ને વધુ કલર ના બનાવી શકાય છે. Tanvi Lodhia -
લીલી ચટણી
#goldenapron3#week 4#ઇબુક ૧ ગોલ્ડન અપ્રોન ના ચટણી માં મે મિક્સર માં અધકચરી ચટણી બનાવી છે. જેમ બનાવતા હોઈ તેમ જ છે.પણ મેં વધારે ફાઇન ગ્રાઈન્ડ નથી કરી.આ અધકચરી રીતે વાટેલી ચટણી જયારે ખાઈ ત્યારે તેનો સ્વાદ સરસ આવે છે.તો લીલી ચટણી બનાવી છે. Krishna Kholiya -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
ઢોકળા એ સાલસા
#૨૦૧૯#રસોઈનીરંગત #ફ્યુઝનવીક અહી મે ઇન્ડિયન મેક્સિકન રસોઈ નુ ફયુસન ઢોકળા એ સાલસા ના રૂપે કર્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4Week 4Green recipe સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
કોકનટ અપ્પે (Coconut Appe Recipe In Gujarati)
#સાઉથઅપ્પે સાઉથ ઈન્ડિયા ની ફેમસ ડિશ છે જે breakfast માં ખવાઈ છે.એને અલગ અલગ કોમ્બિનેશન થી બનાવાઈ છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ