રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ. ત્રણ વાટકી ચોખા લેવાના. અને એક વાટકી અડદની દાળ. બંને સરસ રીતે ધોઈને સાતથી આઠ કલાક પલાળી રાખો. પછી તેને પાણી કાઢીને મિક્સરમાં બાઉલમાં બંને પીસી લેવું. પીસાય જાય, ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક રાખો. એટલે સરસ આથો આવી જશે. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ. અને એમાં બે ચમચી મલાઈ નાખો. ત્યારબાદ તેમાં અડધી ચમચી સાજીના ફૂલ નાખો. પછી તેમાં એક પાવરુ તેલ નાખો. અને એક ચમચો ગરમ પાણી નાખો. અને સરસ રીતે હલાવી, લેવું.
- 2
ત્યારબાદ. ગેસ ઉપર ઢોકળીયુ મૂકવું એમાં પાણી નાખીને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે થાળીમાં તેલ લગાવીને ગરમ કરવાની. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું ખીરુ, નાખવાનું. ઉપર તેને લાલ ચટણી છાંટવાની. અને મારી પાવડર છાંટવાનો. ધાણાભાજી છાટવાના. પછી તેને ઢાંકી દેવાનું. 10 થી 12 મિનિટ પછી ચેક કરી લેવાનું. ચાકુથી ચેક કરી લેવાનું ચાકુને ચોટતુ નથી ને તો થઈ ગયું છે, મલાઈ, ઢોકળું તૈયાર.
- 3
ત્યાર પછી તેને નીચે ઉતારીને કાપા પાડી લેવાના. પછી તેને વઘારી લેવાનું. પછી એક લોયામાં એક પાવરૂ તેલ લેવાનું. તેલ ગરમ થાય ત્યારે એક ચમચી રાઈ નાખવાની. રાય તતડે એટલે જીરું અડધી ચમચી નાખવાનું. પછી ચપટી હિંગ મૂકવાની. બે લાલ સુકા મરચા મૂકવાના, અને 8 થી 10 મીઠા લીમડાના પાન, મૂકવાના, બે લીલા મરચા ના કટકા કરી નાખવાના. વઘાર થઈ જાય ત્યારબાદ તેને. કાપા પાડેલી થાળીમાં વઘાર નાખવાનો. તો તૈયાર છે આપણા મલાઈ ઢોકળા.
- 4
પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ. અને સર્વ કરવાના ટમેટાની ચટણી અને વાઈટ, ચટણી સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
#જટ પટ ખમણ ઢોકળા
ઢોકળા મારા અને મારા ફેમિલી નાં ખૂબ જ પ્રિય છે.આ ઢોકળા ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. varsha karia -
-
-
-
-
રાયતા મરચા
https://cookpad.wasmer.app/in-gujrati recipe#અથાણાંઆ રાયતા મરચા જોવા માં જેટલા સરસ લાગે છે એટલા જ સ્વાદિષ્ટ બને છે. આપણે ગુજરાતીઓ ગાંઠિયા સાથે થેપલા,પરોઠા,અને રોટલી સાથે ખાય છે મરચા વગર ના ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
કાઠિયાવાડી વળી નું શાક
સૌપ્રથમ એક વાસણ મા તેલ ગરમ કરવા મૂકો પછી તે મા વધાર માટે એક થી બે નાના લાલ મરચાં સૂકા લીમડાના પાન ઉમેરો પછી તેમાં ડુંગળી ટામેટા નીપેસટ ઉમેરો પછી થોડીવાર ઊકળે ત્યારે તેમાં મરચુ હળદર તથા મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરો 2થી3મીનીટ ઉકળવા દેવું, પછી તેમાં વળી ઉમેરવી ત્યારબાદ તેમા ગરમમસાલો ઉમેરો તેલ છૂટું પડે ત્યારે ઉતારી લેવા ઉપર થી કોથમીર છાટવી આ શાક પરોઠા સાથે સારુ લાગે છે, Nisha Gohel -
-
-
-
-
-
-
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
વ્હાઈટ વઘારેલા ઢોકળા
#LBબાળકોને લંચબોક્સમાં આપવા માટેની વાનગી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ