ઘટકો

  1. 1પેકેટ પાણી પૂરી
  2. 250ગ્રામ બાફેલા બટાકા
  3. 200ગ્રામ બાફેલા ચણા
  4. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/4 ચમચીચાટ મસાલો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તીખું પાણી બનાવવા માટે
  8. 1બાઉલ ફુદીનો
  9. 1નાનો બાઉલ લીલા ધાણા
  10. 3-4 નંગલીલાં મરચાં
  11. 1 ટુકડોઆદુ
  12. 1/2 ચમચીચાટ મસાલો
  13. 1/2 ચમચીપાણી પૂરી મસાલો
  14. 1/2 ચમચીજલજીરા મસાલો
  15. 1/2 ચમચીજીરું પાઉડર
  16. 1/2 ચમચીસંચળ પાઉડર
  17. 1/2લીંબુ નો રસ
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 2-3 ટુકડાબરફના
  20. સર્વ કરવા માટે
  21. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  22. 1 નંગઝીણું સમારેલુ ટામેટુ
  23. મીઠું પાણી જરૂર મુજબ
  24. તીખું પાણી જરૂર મુજબ
  25. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકર માં બટાકા ને ચાર થી પાંચ સીટી વગાડી બાફી લેવું. હવે કુકર ઠંડુ પડે એટલે કુકર માં થી બટાકા ને કાઢી છાલ ઉતારી મેશ કરી લેવું. મેશ કરી તૈયાર કરેલા બટાકા માં ચણા, લાલ મરચું પાઉડર, મીઠું, કોથમીર અને ચાટ મસાલો, પાણી પૂરી નો ભૂકો ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ તીખું પાણી બનાવવા માટે ફુદીનો અને કોથમીર ને ધોઈ બરફના પાણી માં પાંચ મિનિટ સુધી રહેવા દેવું. હવે તેને નિતારી મિકસર જારમા ઉમેરી તેમાં બધા મસાલા ઉમેરી બરફના ટુકડા ઉમેરવું.

  3. 3

    હવે તેની પેસ્ટ તૈયાર કરવી. પેસ્ટ માં પાણી ઉમેરી એક કલાક માટે રહેવા દેવું. જેથી બધી ફલેવર પાણી માં બેસી જાય હવે પાણી ને ગાળી લેવું. હવે પુરીને ઉપર થી થોડી તોડી પ્લેટ માં પૂરી ગોઠવી પૂરી માં બટાકા નું મિશ્રણ મુકી ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા અને ગળયુ પાણી, તીખું પાણી,ચણા અને કોથમીર ઉમેરી સર્વ કરવું.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes